________________
૪૦૦
એ સિવાય ગામ તરફથી શહેરમાં લોકોને ધસારો વધી રહ્યો છે અને એણે પણ વિકટ પ્રશ્નો પેદા કર્યા છે. ગામડાંની ભોળી પ્રજાને ગમે તે રીતે ગમે તે ઉશ્કેરી શકે છે. આ બધા ગ્રામજનેને સમજાવે કોણ? જમીનની વહેચણીનું કામ અધુરૂ રહ્યું છે. એવી જ રીતે સંગઠનનું વ્યાપક કામ પણ હજુ બાકી જ છે. ભાલ-નળકાંઠામાં નાના પાયા ઉપર ખેડૂત-નેપાલક-મજૂર મંડળ-(ગ્રામસંગઠનો) ઊભાં થયાં છે. એટલે વિશ્વવાત્સલ્ય વિચારધારાએ ખાસ એ કરવાનું છે કે ઈન્દુક અને ગ્રામસંગઠન -બને બળોને ભેગાં કરવાં અને ગ્રામસંગઠનની નૈતિક શક્તિ ઈન્દુકને મળે અને ઇન્દુકની જનશક્તિ ગ્રામસંગઠનને મળે એ રીતે બન્નેને મેળવવાનાં છે. તેથી બન્ને શક્તિ એક બીજાને મળે અને આંતરરાષ્ટ્રિય મજૂર-કિસાન સંગઠન સાથે એમને અનુબંધ થઈ શકે. સર્વોદય વિચાર ગ્રામજન અને ક્ષેત્ર આયોજનની વાત મૂકે છે અને ક્ષેત્રનું ઘડતર ગ્રામલોકો દ્વારાજ થાય, એમ કહે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય વિચાર સંસ્થાઓ દ્વારા ગ્રામ ઘડતરમાં માને છે. હવે સમગ્ર ગ્રામસંગઠન કેમ થાય ? એવી જ રીતે સમગ્ર ક્ષેત્ર સંગઠન કેમ કરવાં એ વિચારવાનું છે અને તેને વિશેષ પ્રયોગો દ્વારા, અનુભવે દ્વારા ઘાટ આપવાનું કામ પણ આપણે (વિશ્વ વાત્સલ્ય) કરવાનું છે. જે લોકો ધર્મની ભાષામાં સમજે તેમને તે ભાષામાં સમજાવીને વાત ગળે ઉતરાવવાની છે. એમાં વિમુખતા કે અલગતા જરાયે ન આવે તેની કાળજી રાખવાની છે.
એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધુસંસ્થા તરફને કાર્યક્રમ પણ કરે છે. સાધુસંસ્થાની હાલત ઘણું શોચનીય છે. તેઓ સંસાર છોડે છે એટલી જ સંપ્રદાયની આસક્તિ તેમને વળગી જાય છે. વિધવા બહેનને જેમ છોકરે જશે તે સંસાર તૂટી પડવાને ભય ઊભો થાય છે, એમ સાધુ સન્યાસીઓના મનમાં ભય અને મૂઢતાના કારણે એક એવી મડાગાંઠ ઊભી થઈ છે. “અને સાચું કહેશું અગર તે કરવા જઈશું તે સમાજ તરછોડી દેશે તે?” રહેવા-ખાવા-પીવાનું શું થશે? આ ભયથી તેમને મુક્ત કરવાની જવાબદારી વિધવાત્સલ્યની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com