________________
૩૯૮
ભાવાત્મક એકતા માટે સંગઠન જોઈએ. સંગઠન માટે શિસ્ત આવશ્યક છે. એના ઉપર નિયમન કરનારૂં બળ જોઈએ. સત્યાગ્રહી હોય તે પોતાની નબળાઈ કબૂલ કરે છે. પણ એ પ્રકૃતિને ન હોય તે તે શિસ્તભંગ કરે છે. શિસ્તના ભયના કારણે માણસ દંભી બની જાય છે. એટલે એ વિચાર મૂકાય કે સંસ્થાઓને નાની અને છૂટી રાખવી, પણ એથી આગળ જઈ શકાયું નહીં. એટલે દેશનું ઘડતર ભાવાત્મક એકતાની રીતે ન થઈ શક્યું.
આ બાજુ, ઇન્દુકે દેશવ્યાપી મજૂરોનું જે સંગઠન ઊભું ન કર્યું હોત તે દેશભરમાં સામ્યવાદીઓ અને બળવો કરનારા ઊભા થઈ જાત. તેલંગાણામાં ભૂમિવાન અને ભૂમિહીન વચ્ચે જેમ સામ્યવાદીઓએ વર્ગ વિગ્રહ ઊભે તેમ મજૂર અને માલિક વચ્ચે પણ કરાવવા માગતા હતા અને તેને સામ્યવાદનું એક રીહર્સલ બનાવી ચીનની માફક હડપી જવા માગતા હતા. એટલે જેમ ભૂમિદાને માલિકી-વિભાજન દ્વારા સામ્યવાદના ભૂતને રોક્યું, તેમ ઈડુકે પણ આ વર્ગ-સમન્વય કરી સામ્યવાદી આ તરવિગ્રહના ભયમાંથી દેશને ઉગારી લીધો છે એમ માનવું જ રહ્યું. એટલે એ પ્રશ્ન નવી સમસ્યા ઊભી કરતું નથી.
પણ રાષ્ટ્રવ્યાપી રચનાત્મક પ્રયોગો પાછળ સત્યાગ્રહ શક્તિ, ભાવાત્મક એકતાની જેમ એક બીજો પ્રશ્ન પણ એમ જ ઊભો છે, તે છે બહેનની, ગ્રામજનોની અને પછાત વર્ગની ભાવુક ધર્મશક્તિ. જ્ઞાનની કક્ષાએ એમની શક્તિ મર્યાદિત છે પણ ધર્મની દૃષ્ટિએ તે શ્રદ્ધા, તિપિતાના ધર્મ અને ધર્મગુરુઓમાં વહેંચાયેલી છે. એ સંકલિત નથી એટલે પરસ્પર લડીને છેદ ઉડાડે છે. એક જ ધર્મને સાધુઓ પણ સામસામે લડીને પિતાની શકિત વેડફે છે, ત્યારે ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે આ સાધુઓએ ઘરબારને છેડ્યા શા માટે ? ભેદમાંથી અભેદ તરફ જવા માટે જે સાધના કરવાની હતી તેના બદલે તેઓ તીવ્ર મતભેદમાં પડી ગયા છે ? દેશના નૈતિક સંસ્કારો ઘડનાર આ એક જબ્બર બળ છે, પણ તેને ઉંચકવાનું અને ઘડવાનું કામ બાકી છે. આ કાર્ય
'
1,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com