________________
૩૮.
ઉલ્લેખ પ્રશંસાપૂર્વક કરાય છે. યુરોપમાં પણ થોડા ઘણે અંશે આજ વસ્તુ રાજ્ય માટે સ્વીકારાઈ છે. ત્યાં પણ રક્ષણ કરે તે રાજ્ય કહેવાતું. રાજ્યનું મુખ્ય અને પ્રથમ કામ લેકરક્ષા કરવાનું હતું, અને રાજ્યની આવશ્યકતા પણ એ અર્થોમાં સ્વીકારવામાં આવી હતી.
જેમ બે-પાંચ મોહલાવાળાએ ઘરની રક્ષા કરવા માટે ગુરખાઓને રાખે છે, ગામવાળાઓ ચોકીદારને રાખે છે અને સાધન-સંપન્ન માણસ પોતાની સંપત્તિ અને જાનમાલનું રક્ષણ કરાવે છે તેમ આ દેશ કે પ્રદેશની રક્ષા માટે કોઈ એક માણસ કે બધા માણસો મળીને ન કરી શકતા, તેમણે એક એવા શકિતશાળી મોટા માણસને રક્ષા માટે નીમ્યો અને તેને કહ્યું: “તમે અમારા જાનમાલની રક્ષા કરે! અમે તમને અમુક સગવડે, કરવેરા વગેરે આપશું, સન્માન આપશું. તમારી વાતોને આદર કરશું.” આમ રક્ષા કરવા માટે રાજ નામની વ્યક્તિ આવી અને તેણે પ્રજાના જાનમાલની હિતરક્ષા માટે જે વ્યવસ્થા બેસાડી તે રાજ્ય કહેવાયું.
એક માણસે બીજાની કાંસકી લઈ લીધી, ત્યારે બીજાને એમ લાગે કે આજે એણે કાંસકી લઈ લીધી, કાલે સારી વસ્તુ લેવાનું મન પણ થઈ જાય. માટે એને બંદોબસ્ત કરવો જોઈએ. માણસના દેહની ઈચ્છાઓ સંતોષાય, અમૂક ઇચ્છાની પૂર્તિમાં બીજે માણસ અંતરાય ઊભો ન કરે, બીજો માણસ ઝડપી લેશે તો હું ભોગવી શકીશ નહીં માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આમ પોતાની કામના જાળવવી અને કામના તે જ જળવાય-જે બીજે માણસ એને ઝૂટવે નહીં, આમાંથી કામ–પુરૂષાર્થને પિષવામાંથી રાજ્ય નામની સંસ્થાની જરૂર પડી. તેને અંકુશ પ્રજાએ સ્વીકાર્યો અને રાજ્ય ઉપર અમૂક માણસ ની જે એના માટે યોગ્ય હોય. તેને લોકોએ કહ્યું :
તમે જે કંઇ નિયમો કરશે તેને અમે પાળશું. તમે હુકમ કરશે એ પ્રમાણે ચાલશું. તમે અમારું રક્ષણ કરો !” આમ રાજ્યની પહેલી ફરજ રક્ષણની આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com