________________
૩૭૪
વિનોબાજીની પણ કોંગ્રેસના રૂપાંતરની ઈચ્છા પાર પડી નથી. આ બધું બહુ બહુ સૂચક છે. - વિનેબાજ પરિવર્તનની ચાર પ્રક્રિયાઓ બતાવે છે : (૧) હૃદય પરિવર્તન (૨) વિચાર પરિવર્તન (૩) નૈતિક પરિવર્તન અને (૪) પરિસ્થિતિ પરિવર્તન. વળી આગળ ઉપર તેઓ કહે છે કે – (૧) કેટલીક સંસ્થા ગુણયુકત હોય છે. (૨) કેટલીક સંસ્થા દેષયુકત હોય છે. (૩) કેટલીક સંસ્થા ગુણ-દેયુકત હોય છે. જે સંસ્થાઓમાં ગુણ વધારે અને દેવ ઓછા હોય છે તેવી સંસ્થાને તોડી ન શકાય. ગુણને ટેકો અપાય અને દેષને દુર કરાય. માત્ર દેષયુકત સંસ્થાને જ તોડાય.
હવે એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યનો શું કાર્યક્રમ છે, તે જોઈએ. અનુબંધ વિચારધારા પ્રમાણે કોંગ્રેસને બીજા પક્ષે કરતાં વધારે ગુણયુકત માનીને તેના દેષો દુર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એના અનુસંધાને, તે નિષ્પક્ષ લોકશાહીમાં કેંગ્રેસ સિવાયના પક્ષની પ્રતિષ્ઠા તોડી, ગ્રામસંગઠનેને આર્થિક-સામાજીક ક્ષેત્રે સેંપવામાં આવે અને લોકસેવક સંગઠનોને શિક્ષણ-સંસ્કૃતિનાં ક્ષેત્રે સોંપવામાં માને છે એટલું જ નહીં, તે રાજકીયક્ષેત્રને પણ ઘડવામાં માને છે. અલબત દવાદારૂ કે અનાજ પાણી આપવામાં એટલે કે રાહતના કામમાં પક્ષભેદ કરવામાં માનતું નથી. પણ જયાં પ્રતિષ્ઠા આપવાને સવાલ છે ત્યાં તે કોંગ્રેસને જ ટેકે આપશે અને તેના દો દૂર કરવા માટે બધી પ્રક્રિયાઓ કરશે. દા. ત. ગણોતધારાને પ્રશ્ન, નગર પંચાયતના અને મડળ સમિતિઓના ઠરાવને કેંગ્રેસે ન ગણકાર્યા અથવા તે કોંગ્રેસ; સરકારને સાચે માર્ગે દોરવા શક્તિમાન ન રહી ત્યારે; બાપુએ કહ્યું તેમ તેણે ઉપવાસની પ્રક્રિયા કરી.. | બાપુ કહે છે: ઉપવાસની શકિત (૧) પ્રેમીને કામ કરતા કરે છે અને (૨) વિરોધીના કામને જગાડે છે. અનુબંધ વિચારધારા આજના યુગ સંદર્ભને જોઈ ઉપવાસની શક્તિને વ્યકિતગત નહીં પણ સમાજગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com