________________
૩૫૬
જ્યાં સુધી સત્તાના વિકેન્દ્રીકરણની વ્યવસ્થિત યોજના અને સંગઠને દ્વારા લોકઘડતર ન થાય ત્યાં લગી આ વાત વિચારે આપવાથી આવવાની નથી.
લોકનીતિની નિષ્ઠા માટે સર્વોદયમાં ત્રણ વાતો બતાવવામાં આવી? (૧) અહિંસા, સત્ય, અસ્તેય (૨) નિષ્કામ સેવા, સકામવૃત્તિ સહન (૩) અને દંડ નિરપેક્ષ લોકશક્તિ. આ ત્રણે વાતે વિચારમાં સારી લાગે છે પણ તેના આચરણ માટે શું ?
એ માટે એક ઠેકાણે વિનોબાજીએ લોકનીતિનાં ચાર કર્તવ્ય નીચે પ્રમાણે બતાવ્યાં છે – (૧) આ નિશ્ચય કરે કે સરકાર અગર તે લોકો દ્વારા હિંસા ન થાય. (૨) પિતાના પ્રશ્નો આપણે સરકાર નિરપેક્ષ જનશકિતથી ઉકેલીએ. (૩) દેશમાં શિક્ષણ સ્વતંત્રતા આવે. (૪) આજની ચૂંટણી પદ્ધતિ બદલવામાં આવે.
એ સિવાય (ઉપરની બાબતો) કાનૂની મદદ ન લેવાય, સેના અને શસ્ત્રોને ઘટાડો આ બધા વિધાનની પાછળ કઈ વહેવારૂ અનુભવ થયે હેય કે પ્રયોગ કર્યો હોય એમ લાગતું નથી.
અનુભવ, વહેવાર કે પ્રયોગના અભાવે આજના સર્વોદયના પ્રણેતા વિનોબાજીના રાજનૈતિક વિચારે અસ્પષ્ટ, પરસ્પર વિરૂદ્ધ અને કયાંક તે અસંગત લાગે છે. એક વખત વિનેબાજી સ્વરાજ્ય પછી સુરાજ્ય કે સુશાસનની વાત કરે છે અને એવા સુશાસન માટે “સત્તા નિરપેક્ષ નિપક્ષ સમાજ નું સ્વરૂપ મૂકે છે ત્યારે બીજી તરફ શાસનમુક્તિની વાત પણ કરે છે.
વિનોબાજીના શબ્દોમાં જ કહીએ તે દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં ત્રણ પક્ષે રહેશે. એક અધિકારી પક્ષ રહેશે, જે બહુસંખ્યાના આધારે રાજ્ય ચલાવવાની જવાબદારી ઉપાડશે. બીજો એક વિરોધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com