________________
૩૪૮
હું એક સાદો દાખલો આપું. શ્રી રવિશંકર મહારાજ, શ્રી બબલભાઈ જેવા પાયાના ગુજરાતના કાર્યકરના મનમાં સંત વિનોબાજીના કાર્યક્રમમાં ભળ્યા પછી ભાલ નળકાંઠો પ્રયોગ પ્રત્યે કંઈક દિશા પેદા થયેલી જણાયેલી. એના કારણે ભાલનળકાંઠા પ્રાગના કાર્યક્રમને રચનાત્મક કાર્યકરે પાસે જે આશા હતી (અને સાથ સહકારને અધિકાર સ્વાભાવિક છે) તે પૂરતી ન મળી. આના પરિણામે ગુજરાતને અને સરવાળે દેશને તેમજ દુનિયાને એ પ્રયોગોને લાભ મળવામાં વિલંબ થવાની પરિસ્થિતિ ઊભી થઈ. એટલું જ નહીં કોગ્રેસને પણ શુદ્ધિ અને સંગીનતામાં જે ધક્કો લાગ્યો તેનું નુકશાન પણ નાનુંસનું નથી.
સાવધાની અને સર્વાગીપણું:
શ્રી પંજાભાઇ કહેઃ “રવિશંકર મહારાજના જે આશીર્વાદ મળતા હતા તે તે મળે જ છે. તંત્ર-મુકિતની વાત ઉપરથી તેમણે ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘનું પદ છોડ્યું. પણ સંબંધ તો મીઠોને મીઠે જ રહ્યા છે. સાણંદ પ્રકરણમાં જરૂર કેટલાક કોંગ્રેસી કાર્યકરોના પ્રવાહમાં તેઓ તણાયા હતા. પણ અંતે તે સત્ય જનતા આગળ આવ્યું અસત્યની પ્રતિષ્ઠા થઈ. શ્રી રવિશંકર મહારાજ સક્રિય રીતે પ્રાયોગિક સંઘ અને નૈતિક ગ્રામસંગઠને સાથે જોડાયેલ રહે એમાં જગતની વધુ સેવા છે, ગુજરાતની શાન છે અને એ સ્થિતિ દૂર નથી. આ સાધુસાધ્વી શિબિરનું ઉદ્દઘાટન તેમના હસ્તક થયું એ શુભ નિશાની છે. .
વિનોબાજી પાસે ભૂદાન કાર્યક્રમ સહેજ આવી પડ્યો. જે લેકે લાંઘા કરતા હતા તેવા ભૂમિહીન – સાધનહીન લોકોને પારણા જેવું કંઈક મળ્યું. વિનોબાજીએ માનવ હૃદય ઉપર શ્રદ્ધા મૂકી કે ક્રૂર અને શોષણખોર માણસ અંતે તે માણસ છે ને? અને એને એકંદરે તે ફાયદો જ થયું છે. સર્વાગી દૃષ્ટિ અને વ્યવસ્થાના અભાવે જે હાનિ થઈ તે તે થઈ જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com