________________
૩૪પ
કર્યા, ન સંસ્થાઓમાં માન્યું. એટલે ભૂદાનને કાર્યક્રમ સર્વોત્તમ હવા છતાં, તેનું વ્યવસ્થિત રૂ૫ બંધાય તે પહેલાં કાર્યક્રમ જુવાળબદ્ધ આવ્યો એવો જ ઝપાટાબંધ જુવાળ ઓસરી ગયે. ચિત્ર વિંખાઈ ગયું.
સંસ્થા થાય તે ડખાડખી થાય. નાણાંની ગોલમાલ થાય, એવા એવા–ભયે સંત વિનોબા ડરી ગયા.•પણ, જે વ્યાપક પ્રવૃત્તિ લીધી, તે પછી જોખમ કરીને પણ આગળ વધવું જોઈતું હતું. જો એ પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક આગળ વધી હોત તે આવો એને કરૂણ ફેજ ન થાત. સંત વિનોબાજીની વિદ્વતા, સમજ અને કાર્યક્રમમાં દીર્ધદષ્ટિ જેવું દેખાયું; પણ કાર્યક્રમની દેખરેખ કે નૈતિક આધ્યાત્મિક રીતે પિતાનું નિમંત્રણ નહીં, એટલે આ સ્થિતિ થઈ. પણ તેને સુધારી અનુબંધ વિચારધારીએ તે કાર્યક્રમનું ધરમૂળથી સંશોધન કરી આગળ વધવું જોઈએ. વ્યાપતા જેટલું ઉંડાણ પણ જોઈએ
શ્રી દેવજીભાઈ: “સર્વોદય કાર્યક્રમમાં પ્રથમથી જ વ્યા૫ક્તા ઉપર જેટલું ધ્યાન અપાયું તેટલું ઊંડાણ ઉપર ન અપાયું. તેથી કાર્યક્રમો મોટા પણ તેનાં ધાર્યા પરિણામે ન આવ્યાં. એક ખેડૂત પાસે પાંચસો એકર જમીન હોય. સાધને, ખેડૂતે, મજૂરી વ. બધું હોય એટલે વાવવા જાય ત્યારે “બી” ઘણું હેય દેખાવ મોટો લાગે, પણ આવડત ન હોય તે બી જેમ તેમ ફેંકી આવે, તે નિંદામણ ન કરે તે લીલોતરી તો વધુ લાગે પણ ખડામાં પાક ઓછો આવે ત્યારે વ્યવસ્થિત રીતે પચ્ચીશ એકરમાં બી સરખી રીતે વાવનાર વધારે પાકને લણે. બાપુ વખતની મૂડી ઉપર કાર્યક્રમ મોટા મોટા મૂકાઈ ગયા, વિશાળપણ ખરા અને લોકોનું આકર્ષણ પણ જામ્યું. પાછળથી જે સ્થિતિ થઈ તે ભારે દુઃખદ થઈ સ્વરાજ્ય પહેલાં જે ભરતી થયેલી એના કરતાં પણ વધારે ભરતી થઈ એ પ્રવાહમાં મોટા મોટા લે તણાઈ આવ્યા પછી સાધારણ લોકનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com