________________
૩૩૯
સાધક માટે બરાબર છે અને એ તેમની નિસ્પૃહા જાહેર કરે છે. પણ કાર્યકરને ઘડવા તે પડશે જ એટલે તે કામ કોઈ સંસ્થાએ કરવું જોઈએ. એટલે વિનોબાજીએ ગાંધીજીના સમયની બધી રચનાત્મક સંસ્થાઓનું એકીકરણ કરાવ્યું, અને સર્વ–સેવાસંઘ નામની એક સંસ્થા બનાવવાની પ્રેરણા આપી. આ સર્વ સેવાસંઘ કાર્યકરનું ઘડતર કરે એમ તેઓ માનતા હોય એવું લાગે છે. પણ ગાંધીજી જેમ સંસ્થાની સ્થાપના કરી તેની વચ્ચે રહીને ઘડતર કરતા તેમ કરવાનું વિનોબાજીની પ્રકૃતિમાં નથી. તેઓ માને છે કે મારું કામ તે માત્ર વિચાર આપવાનું છે. તેઓ કહે છે: “હું તો પ્રજા સુર્ય યજ્ઞને ઘેડ છું. હું તે મુકત ફર્યા કરવાને. હું વહીવટમાં પડું સંસ્થા કે કાર્યકરના ઘડતરમાં પડે તે રાગદ્વેષ એંટી જાય !” એ દૃષ્ટિથી તેઓ માત્ર વિચાર પ્રચારમાં મગ્ન રહે છે અને સંસ્થા કે કાર્યકરના ઘડતરથી દૂર રહે છે. આ જ વિનોબાજીની મુશ્કેલી છે.
ગાંધી બાપુ સંસ્થા અને કાર્યકર્તા આ બધાનું ઘડતર કરતા. તેઓ આવતા પ્રશ્નોને હાથ ઉપર લેતા, તેને ઉકેલતા, એ માટે જોખમ ખેડતા અને તેનાથી કદિ પણ અકળાતા નહીં; તેમ જ રાગદ્વેષથી નિલેપ રહેતા. આ સ્થિતિ વિનોબાજીની નથી. એટલે કાર્યકરે તેમને આશય સમજ્યા વગર તેમજ તેમના જેટલી ઉચ્ચ સાધકની ભૂમિકાએ પહોંચ્યા વગર અકાળે સત્યસ્ત ધર્મની વાત પકડવા લાગ્યા. વિનોબાજીની જેમ તેઓ ફરવા લાગ્યા અને સંસ્થાના વહીવટ, હિસાબી ચોકખાઈ અને ઘડતર ઉપર ઓછું ધ્યાન આપવા લાગ્યા; એટલું જ નહીં સાધકની ઉચ્ચ કક્ષાના અભાવે, વગર સમજે સંધ, સંગઠન અને સંસ્થાઓથી
અતડા રહેવા લાગ્યા. આજના એવા વગર ઘડાયેલા, દષ્ટિ વગરના કાર્યકરોમાં વહેવારું જ્ઞાન નથી અને સંધ શ્રદ્ધા પણ નથી. આવા અણઘડ કાર્યકરો જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકોને તેમના ઉપર શ્રદ્ધા બેસતી નથી. રવિશંકર મહારાજ કે બબલભાઈ જેવા પીઢ, વ્રતબદ્ધ અને દષ્ટિ સંપન્ન સેવકો ભલે ફરે પણ બાકીનાઓને સંસ્થા કે આશ્રમમાં રહી, ઘડતર કરી દષ્ટિ મેળવવી જોઈએ. વ્રતબદ્ધ થયેલા સાધકો વિચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com