________________
૩૩૫
ત્રી કાર્યક્રમ : સમગ્ર સમાજને ઘડવા માટે બાપુએ સંસ્થાઓ અને સંગઠને ઊભાં કર્યા. સમાજને આર્થિક વહેવાર તે કરવો પડે પણ એ આર્થિક વહેવાર શુદ્ધ કેમ બને ? એ માટે તેમણે ચરખા સંઘ ઊભો કર્યો, જેમાં કાંતનાર, વણનાર, લોઢનાર, પીંજનાર, ધનાર, રંગનાર બધાને યોગ્ય રોજી મળે અને સમાજમાં એ રીતે યોગ્ય વિશુદ્ધ નૈતિક વહેવાર ચાલે. તે યુગમાં વૈશ્યવૃત્તિના લોકોને બાપુએ કહ્યું : “તમે આ અને આ ચરખા સંઘને ચલાવે.”
હરિજનોના સમગ્ર વિકાસ માટે–સહુથી પછાત ગણાતી કોમ માટે, તેમણે “હરિજન – સેવક સંઘ” સ્થાપે. ગ્રામોદ્યોગ માટે ગ્રામોદ્યોગ મંડળ તથા ગેસેવા સંધ સ્થાપે. ખેડૂતોમાં નૈતિક જાગૃતિ આણવા માટે, તેમણે બારડોલીમાં સત્યાગ્રહ કર્યો. મજૂરોમાં નૈતિક શક્તિ આણવા માટે, ચંપારણ, અમદાવાદમાં અનશન કર્યું અને હડતાલ પડાવી. અમદાવાદમાં મજૂર મહાજન નામની સંસ્થા સ્થાપી. મહિલાઓ માટે મહિલા – સંસ્થા સ્થાપી. નાના બાળકોને સંસ્કાર કેમ મળે તે લક્ષમાં રાખી “નઈ તાલીમ સંઘ” ઊભો કર્યો. આ સંધે અને સંસ્થાઓએ ગાંધીજીને વિવિધ રચનાત્મક કાર્યક્રમોની પ્રવૃત્તિ ઉપાડી.
ગાંધીજીએ સર્વોદય માટે આ ત્રણ મુખ્ય કાર્યક્રમો મૂક્યા હતા.
જે સંત છે તે આત્યંતિક સ્વરૂપના પ્રયોગો કરે છે, અને તેને મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ સાધુ કોઈ સંસ્થા, સંધિ, ગ્રેસ, પંથ કે સંપ્રદાયના બંધનમાં ન હોય. પણ તે, જનસેવકોની સંસ્થા, જનસંગઠને અને કોગ્રેસને તટસ્થ રીતે પ્રેરક હેઈ શકે; સભ્ય કે પદાધિકારી ન હોઈ શકે.” એ રીતે નિર્મળ સાધુચરિત્ર પુરૂષોને સંસ્થા, સંપ્રદાય, પંથ કે પક્ષનું બંધન ન હોય. પણ તે સુસંસ્થાઓને ટેકો આપે, માર્ગદર્શન આપે, એની નૈતિક ચકી રાખે, ઘડતર કરે; આ સંસ્થાઓના વિચાર કે જ્ઞાન ઉપર આવરણ આવે ત્યાં દૂર કરે અને જૂનાં ખોટાં મૂલ્યો બદલાવે. ગાંધીજીએ એટલા માટે જ આ બધી સંસ્થાઓ નિર્માણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com