SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૨૫ શ્રી નેમિમુનિએ વિષય બહાર ચર્ચા થતી જોઈને કહ્યું : “મહાનુભાવો ! આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વિષયાંતર ન થવાની કાળજી રાખવાની છે. રાજાઓ, રાણીઓએ ભલાઈનાં કાર્યો કર્યા. તે કાર્યોને આપણે કલ્યાણ રાજ્યમાં કદાચ લખાવીએ પણ તેને સર્વોદયમાં સમાવેશ ન થઈ શકે. સર્વોદય રાજ્યથી પણ ન થઈ શકે તેમ શ્રીમતના દાનથી પણ ન થઈ શકે. કર્તવ્ય કે પ્રાયશ્ચિત માનીને આપે તે જ તે દાન કોઈ પણ પ્રકારની ગ્રંથિનું કારણ ન બને. એટલે રાજ્ય અને મૂડી બન્ને ઉપર લોકસંગઠન દ્વારા લોકનીતિને પ્રભાવ પાડવામાં આવે તો જ સર્વોદય સાર્થક થઈ શકે. વિભાવાત્સલ્યની નજીક સર્વોદય એ માટે જનસંગઠને, જનસેવક સંગઠને અને એ બન્નેને સતત માર્ગદર્શન આપનાર ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જોઈશે. વળી જ્યાં સમાજ આવ્યો ત્યાં પ્રશ્નો, સંધર્ષ વગેરે અનિવાર્યપણે રહેવાનાં. રોટલો, એટલે કે પહેરવેશ મળી જાય, એથી પ્રશ્નો નથી ઊઠવાના એમ માનવું એ પાયાની ભૂલ છે. એટલે જ આજ સુધી સર્વોદયનું જે સ્પરૂપ વિકસ્યું છે તેમાં સામુદાયિક અહિંસાના પ્રયોગો, સર્વધર્મોપાસના, નૈતિક સંગઠને તેમ જ રાજ્યને ગૌણ બનાવવા માટેના સક્રિય પ્રયત્ન અને તેમનું અનુસંધાન વગેરે વાતે ઉમેરવી પડશે. આવતા અઠવાડિયે સર્વોદયના કાર્યક્રમો અંગે વિચાર કરશું ત્યારે વધુ કહેવાશે, પણ હમણું આટલું તો કહેવું જ પડશે કે વિશ્વ વાત્સલ્યની વાતથી સૌથી નજીક સર્વેદય છે. અને દેશની અંદર કોંગ્રેસ અને ૫. જવાહરલાલ છે. પણ એ બન્નેને વિશ્વ વાત્સલ્ય સાથે સાંકળવા વણો પ્રયાસ કરવો પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy