SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ એની સાથે દંડમુક્ત સમાજ અંગે એકવાર સંત વિનોબાજીએ કહ્યું હતું. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે એ અંગે પરિસ્થિતિ દિ કરવામાં આવે કે લોકો પોતે જ સ્વમર્યાદે કે કાયદા કાનૂનનું પાલન કરે; એક બીજા સાથે પ્રેમભર્યો અહિંસક વર્તાવ કરે. આવા યુગલિયા કાળ જેવા માટે પણ જનતાનું ઘડતર સુસંસ્થાઓદ્વારા થવું - જોઈએ, પણ આ કોઈ કાર્યક્રમ સર્વોદયની પાસે આજે નથી. | સર્વોદયનું ત્રીજું સૂત્ર છે: “વર્ગ વિહીન સમાજ રચના” એ ત્યારેજ થઈ શકે કે વર્ગ પાડનાર અલગ ધંધાઓનું વિલીનીકરણ કરી નાખવામાં આવે જે આજે તે શક્ય નથી. અલગ અલગ ધંધાઓ કરનારનાં હિતે અલગ અલગ હઈ બધાના વર્ગો પડવાના જ અને સાધનાની દષ્ટિએ તેમનામાં ધોરણ-ભેદ પણ રહેવાને. જે શકય વસ્તુ છે તે એકે પરસ્પર એ વર્ગો કે કક્ષાઓને સમન્વય, પરસ્પરના અવલંબનનની પ્રક્રિયા દ્વારા થઈ શકે. એ ત્યારેજ થાય જ્યારે અનુબંધ વિચાર ધારા પ્રમાણે કાર્ય થાય. એ વાત કે વિચાર આજે સવોદયમાં નથી. સર્વોદયનું ચોથું સૂત્ર છેઃ “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ” એવી ક્રાંતિ માત્ર વ્યક્તિઓના સરવાળાથી ન થઈ શકે. તે તે નૈતિક સંગઠન દ્વારા જ સંભવે છે. પ્રજાનું ટોળું મળે અને વિચારને આવકારે પણ આચારમાં ઉતારવા માટે કોઈ કાર્યકમ ન હોય તો પ્રજાનું ઘડતર ન થાય. અહિંસક ક્રાંતિની દિશામાં પ્રજાનું ઘડતર કરવા માટે તેવા નૈતિક સંગઠન દ્વારા અન્યાયને અહિંસક પ્રતિકાર કરે જરૂરી છે. આ વાત સર્વોદયમાં નથી. - આ બધી વસ્તુઓ ઉપરથી આજના સર્વોદયમાં શું શું ન ખૂટે છે તેનો ખ્યાલ આવી શકે છે. તેમની પૂર્તિ કરવાથીજ સર્વોદય સાચા અર્થમાં ગાંધીજીનો નિર્દષ્ટ સર્વોદય થઈ શકશે. એ સર્વોદય વિશ્વ વાત્સલ્યની નજીક હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy