________________
૩૧૨
સર્વોદયમાં પછાતમાં પછાતને ઉદય – વિકાસ થતે અને સાથે સાથે તેને વિરોધપક્ષ પણ હળ બનીને વિકસિત થત; જેમકે શેષિત વર્ગ શેષણ ઓછું થવાથી; અને શોષક વર્ગ શોષણ ઓછું કરવાથી. તેના બદલે “ભૂદાન” નિમિત્તે સર્વ–સેવા આવતાં લોકમાનસમાં
ઉદય થવાને બદલે ગ્રંથિઓ સિવી શરૂ થઈ. ભૂદાન દ્વારા જમીન આપવાથી, બીજા સાધનો દ્વારા મૂડી કે ખેતીના સાધનો આપવાથી લોકોને રાહત આપવા–અપાવવાનું કાર્ય જરૂર થયું પણ સર્વોદય ન થયે; કારણ કે દાનના કારણે દેનારમાં ગૌરવગ્રથિ અને લેનારમાં લાઘવ ગ્રંથિ થોડીક આવી ગઈ. દેનારે બહુ જ ઓછીવાર આ ભાવના સાથે આપ્યું કે “મેં સમાજ પાસેથી આ વધારે મેળવ્યું છે. તેને સમાજને આપવું એ મારું કર્તવ્ય છે અથવા મને આ શોષણ દ્વારા મળ્યું છે તે તેના પ્રાયશ્ચિત રૂપે હું આપું છું.” મોટા ભાગે તે , ઉપકાર કરતા હોય એ રીતે જ આવ્યું.
આમ સર્વોદયના નવા સ્વરૂપમાં એક જ સંગઠન રહી ગયું તે સર્વ-સેવા-સંધ. નવા નૈતિક જન સંગઠનો ન તે રચાયાં કે ન એવાં સંગઠનને સ્વીકૃતિ આપવામાં આવી. એટલે સમાજમાં અન્યાય, અત્યાચાર, અનીતિ જેવાં અનિષ્ટો હઠાવવાની શકિત વ્યકિતગત રહી પણ તેની પ્રતિષ્ઠા સમાજમાં ન તૂટી. સંગઠન દ્વારા એ તૂટવી જોઈતી હતી પણ એમ ન થયું. પરિણામે જેમ અંધારાને હઠાવ્યા વગર ઉદય ન થઈ શકે તેમ અનિટોનાં અંધારાને હઠાવ્યા વગર સર્વોદય કયાંથી થઈ શકે?
આવાં અનિષ્ટ કેવળ સામાજિક ક્ષેત્રમાં જ નથી પણ એ આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને શિક્ષણ વગેરે બધાયે ક્ષેત્રમાં છે. આ બધામાં “દાન લેવું અને દેવું” એ પ્રવૃત્તિને અનુરૂપ આજને સર્વોદય કેવળ આર્થિક ક્ષેત્રને અધ્યાત્મને પુટ આપીને સ્પર્શે છે. એનાથી રાહતનું કામ જરૂર થાય છે પણ અનિષ્ટો હઠતાં નથી; તે એકબંધ રહ્યા કરે છે. ક્યારેક એવું પણ જોવામાં આવ્યું છે, ગઈ કાલ સુધી જેણે બધા પ્રકારના અત્યાચાર-અનિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com