________________
૨૮૩
વડી શકે એ રીતે તેમને શીખવવાનું છે. પુનરચના મંડળની બેજના દ્વારા પ્રાયોગિક સાથે આ બધું કરવાનું છે. જેમ સામ્યવાદ વિશ્વની આર્થિક વિષમતા દૂર કરવા માટે અશુદ્ધ સાધને લઈને લડે છે તેમ વિનોબાજીએ શુદ્ધ સાધનોથી માલિકી હકક-વિસર્જનને નાદ દુનિયાભરમાં ગુંજા છે. એટલે આ બધા નૈતિક સંગઠનેને એવી ખાતરી મળવી જોઈએ કે અમે એકલાં નથી પણ વિશ્વના પ્રવાહે અમારી તરફેણમાં છે, એ રીતે શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે. આ થયો આર્થિક વિષમતા દૂર કરવા માટે પ્રાયોગિક સંઘને કાર્યક્રમ.
પણ સામાજિક વિષમતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે તે એક જ વર્ણમાં એક બીજાને ઉંચા-નીચા માનવામાં આવે છે. આ વાઘરી છે એટલે નીચા છે; ભરવાડે ગમાર અને અણઘડ છે, ખેડૂતો રોંચા છે, પછાતવર્ગના લોકો હલકા છે આવી લાધવ-ગૌરવની ગ્રંથિઓ લોકોમાં પેસી ગઈ છે. ભંગી લોકો ધોબીને નીચા ગણે છે તેમ બેબી પઢારને નીચા માને છે; કારણ એ બતાવે છે કે એ લોકો ઉંદર ખાય છે અને ખાતા નથી. એવી જ રીતે વાણિયાની જાતિઓમાં વિશા પિતાને ઉંચા માને, દશા નીચા, પાંચા અને અઢીયાને તો એથી પણ નીચા ગણે કયાંક કારડિયા ઊંચા તો નાડોદા નીચા છે. આ પ્રકારની જે ગાંઠે સમાજમાં પડી છે તેના કારણે મેળ નથી પડતો અને આ વિચિત્ર પ્રકારની જ્ઞાતિ-વ્યવસ્થાના કારણે સમાજ વ્યવસ્થામાં વિષમતાના સંસ્કાર ભયંકર રીતે ઊંડા ઊતરી ગયેલાં છે. આર્થિક સમાનતા હોવા છતાં આવી સામાજિક-વિષમતાના સંસ્કાર જનતામાં હોય તો તેને તેડવાના કાર્યક્રમ ગોઠવવા જોઈએ. આ સમતા આચરવા અને અચરાવવાને કાર્યક્રમ પ્રાયોગિક સંઘને છે. ત્રી કાર્યક્રમ-સર્વત્ર દિવ્યતા વ્યાપે :
વિશ્વવસલ્યના કાર્યક્રમનું ત્રીજું પગથિયું છે: “સર્વત્ર દિવ્યતા વ્યાપ !” સમાજમાંથી તનનાં અને મનનાં દુઃખ દૂર થાય, વિષમતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com