________________
૨૮૧
કાર્યક્રમ દ્વિતીય સમતા સૌ સમાચરે:
કાર્યક્રમનું બીજું ચરણ છે: “સમતા સૌ સમાચરે !” વિષમતા હોય ત્યાં ઉપલા કાર્યક્રમો શી રીતે ચાલી શકે? એ માટે સમતાનું આચરણ સૌ કરે એ જરૂરી છે.
દા. ત. ગ્રામ-અર્થકારણ અને નગર–અર્થકારણમાં વિષમતાને લીધે ઘર્ષણે ઊભા થતાં હેય, એક સાધનહીન હોય અને બીજે સાધન-સંપન્ન હોય તો અર્થનીતિની વિષમતાને લઈને સપ્ત સ્વાવલંબન ટકી જ ન શકે. આ વિષમતા સ્વાવલંબનના પ્રયોગને ખાઈ જશે.
વિષમતા કયાં યે હેય તો ત્યાં શાંતિથી કામ ન ચાલી શકે. મજૂરો –માલિકોમાં વિષમતા હોય તે પણ કાર્ય સરળતાથી ન થાય. આર્થિક વિષમતા કદાચ દૂર થાય પણ સામાજિક વિષમતા હોય તો સમાજમાં શાંતિ ન રહી શકે.
ખેડૂત મંડળ, ગોપાલક મંડળ અને ગ્રામોદ્યોગી–મજૂર–મંડળમાં કાયદાના કારણે ઘર્ષણ ઊભા થયાં કરે, ઊંચ નીચ અને અસ્પૃશ્યતાના ભેદ કે સમાજમાં સૌને વિકસવાની સમાન તક આપવાની દૃષ્ટિ ન હેય તે સમાજમાં વિષમતા પેદા થાય અને સમાજ તરફડ્યા કરે. જેમ પાણી સૂકાતાં માછલાં તરફડે એવી જ રીતે સમાજમાં, સામાજિકતા અને સદગુણ રૂપી પાણી સૂકાવા માંડે છે તેવી જ રીતે સમાજ પણ તરફડે. એટલે આ ઉપલા ત્રણે મંડળો દ્વારા ઘડાતા સમાજમાં, સામાજિક્તા રૂપી પાણી પૂરવાની અને ત્રણે મંડળોમાં મેળ અને સમન્વય રાખવાની અનિવાર્ય જરૂરિયાત રહે છે. તેનાથી જીવનની આર્થિક અને સામાજિક વિષમતા દૂર થઈ શકશે. આ વિષમતા દૂર થયા વગર સમતા આવી શકે નહીં.
હવે આ કાર્યક્રમ ઉપાડે કોણ? એના જવાબમાં જણાવવાનું કે જેમણે આજીવિકા અને પરિગ્રહની મર્યાદા કરી છે, સમાજસેવાનું વ્રત લીધું છે, પિતાના નિર્વાહની ચિંતા સમાજને સેંપી છે, જીવનમાં જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com