________________
૨૭૦
રૂપિયા વેડફાય છે; અને લાંચરૂશ્વતમાં બર્બાદ થાય છે. આ બધી એટલી બધી રાષ્ટ્ર વ્યાપી બની છે કે પુલ, બંધ કે ડેમ બાંધવામાં મોટા મોટા ઇજારદારે ઓછો માલ વાપરી અડધા રૂપિયા પિતે હજમ કરી જાય છે અને રાષ્ટ્રને તેથી મેટો ફટકો પડે છે. આમાં દેશને કેટલું મોટું નુકશાન થાય છે એ તેઓ વિચારતા નથી.
એટલે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક શૈક્ષણિક વગેરે ક્ષેત્રોની અલગ અલગ સંગઠનમાં વહેંચણી કરી દેવી જોઈએ. જેથી રાજ્ય સંસ્થા કેવળ રાજકીય ક્ષેત્રમાં સારી પેઠે કામ કરી શકે અને તંત્રને સંભાળી શકે. આ રીતે સત્તા અને સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે; તેજ અનિષ્ટો ઊભા થતાં અટકશે.
આ વ્રતના પાલન માટે સામાન્ય પ્રજા તેમજ ખાસ કરીને લોકસેવકોમાં સંતાન મર્યાદા હોવી જરૂરી છે તે જ તેઓ ન્યાય અને નીતિપૂર્વક પ્રગતિ કરી શકશે. એવી જ રીતે ઘરબાર છોડીને નીકળેલા સાધુ-સાધ્વીઓએ પણ પુસ્તકો, વસ્ત્રો, ઉપાશ્રયે, શિષ્ય અને અનુયાયીઓ અંગે મર્યાદા બાંધવી પડશે કારણકે આ બધી વાતો અંગેની મમતા એટલી બધી વધેલી જોવામાં આવે છે કે તે બીજા અનિષ્ટોની દુનિયા સઈ શકે છે. જો તેઓ આ અંગે મર્યાદા નહીં કરે તે તેમને માલિકી હક મર્યાદાને ઉપદેશ લોકો ઉપર અસર કરી શકશે નહીં.
આમ માલિકી હક મર્યાદાને વિશ્વવ્યાપી બનવવાને પુરૂષાર્થ આ યુગે યે જઇએ.
ચર્ચા-વિચારણા બહાચર્ય અને પરિગ્રહ: - શ્રી માટલિયાએ માલિકી હક મર્યાદા એ વિષય ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું –
સ્ત્રી અને પુરૂષ પરિણીત હેય અને રામકૃષ્ણ કે બાપુની જેમ, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંપૂર્ણ સંયમી ન હોય તે શ્રી નાનાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com