________________
૨૪૧
–મતામહી જ્યાં મતિને અભિનિવેશ-હઠાગ્રહ હોય છે તે તરફ યુકિતને ખેચે છે. ત્યારે મતાગ્રહ રહિત નિપક્ષપાતી ત્યાં યુતિ છે તે તરફ મતિને લઈ જાય છે. એટલે પોતાના મતને સાચે ઠરાવવાને બદલે જે સાચું છે તે મારું છે. એવો દ્રષ્ટિકોણ કેળવી બીજાના દષ્ટિકોણને સમજવો જોઈએ.
દરેક માણસ જે સંસ્કારમાં ઉછરેલો હોય છે તે જ દષ્ટિએ તે દરેક વસ્તુને જોતો હોય છે, પણ સમષ્ટિ કે જ્ઞાની પુરૂષે તે ભાવ, ભાષા, કાળ અને સ્થિતિને ખ્યાલ કરી દરેક વસ્તુને ગ્રહણ કરવી જોઈએ, અને તેમાંથી તત્ત્વ તારવી લેવું જોઈએ.
એક વખત રાજપૂતાનાના એક ગામમાં એક પ્રભુભકતને વિચાર આવ્યો કે આજે સવારે જે પાંચ જણ અહીંથી પસાર થાય તેમને પૂછું કે “તમારે પ્રભુ કે છે?”
સૌથી પહેલાં એક હરિજન પસાર થયો. તેને પૂછ્યું કે “ભાઈ તમારે પ્રભુ કે છે?”
તેણે કહ્યું: “ભારે પ્રભુ તો શ્રેષ્ઠ હરિજન છે.”
પછી ધોબી આવ્યું. તેને પણ એ જ પૂછયું અને જવાબ મળ્યો : “મારો પ્રભુ તે ધોબી છે. બધાના મેલ ધૂવે છે.”
ત્રીજે વણકર નીકળ્યો. તેણે જવાબ આપ્યો : “એ તે મોટો વણકર હે જોઈએ. આ આકાશને જુઓને, કેવું વણીને તાણી દીધું છે કે તે પડતું નથી.”
ચેાથે ત્રાજવા કાંટા લઈને નીકળ્યો. તેણે જવાબ આપેઃ “મારો પ્રભુ બધું બરાબર તેળે છે એટલે જ તો જગતના ત્રાજવાં બરાબર રહે છે.”
પાંચમો તંબૂરો વગાડનાર હતું. તેણે કહ્યું : “મારો પ્રભુ તે હમેશ તંબૂરો વગાડ્યા કરતો હશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com