________________
૨૩૧
બીજાએ કહ્યું : “તું ખોટું કહે છે. હાથી તે થાંભલા જેવો છે.” ત્રીજાએ કહ્યું: “હાથી તે સૂપડા જે છે!”
ચોથાએ કહ્યું: “નથી સૂપડે કે નથી થાંભલો, એ તો રાંઢવા જેવો છે.”
- પાચમાએ કહ્યું: “વાહ ભાઈ વાહ તમે તે ઠીક હાંક્યું! અરે હાથી તો ત્રિશૂળ જેવું છે.”
ત્યારે છઠ્ઠાએ કહ્યું: “ભાઈ મને તો એ દંડા જેવો લાગે છે.”
સાતમાએ કહ્યું: “દડે....શું વાત કહે છે? એ તો દડા જેવો લાગે છે દડા જેવો !” આમ સાતે જણા પોતપોતાની માન્યતાને સાચી કરાવવા માટે બીજાના મતને બેટ ઠરાવવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા. એવામાં એક સૂઝવાળા અને સમજુ માણસ ત્યાં આવ્યું. તેણે કહ્યું: “તમે બધા એક એક અંશે સાચા છે પણ સર્વાંશે સાચા નથી. તમે તમારા એક અંશને મુખ્યરૂપે અને બાકીના અંશને ગૌણરૂપે પ્રતિપાદન કરશે તે તમે સત્યને પામી શકશે.” એમ કહી તેણે દરેકને તેમની પોતાની માન્યતા અંગે સમજાવ્યા. એટલે બધાએ કબૂલ ર્યું કે અમે જે અંગને પકડ્યું હતું તેને જ સાચું માનીને હાથી અને પ્રતિપાદન કરતા હતા. પણ ખરેખર બધાયે અંગાને મળીને વિચાર કરીએ તોજ સર્વાશે સત્યને પકડી શકીએ.
આ સત્ય શું છે? તે અંગે મૂળવતની વિચારણા કરતાં કરવામાં આવી છે કે તત્ત્વ, વિચાર, વાણુ તેમજ બીજા સાધને અને મન, વચન, કાયા દ્વારા થતી પ્રવૃત્તિઓમાં સર્વભૂત હિતરૂપ વિચાર અને આચાર એ સત્ય છે. વિશ્વ વાત્સલ્યનું સત્ય તો સર્વે જગતના છના હિત માટે વાત્સલ્ય રસને વહેવાડવા એટલે કે તેમનું કલ્યાણ થાય એ રીતે મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી એ છે. આ પ્રવૃત્તિઓને સત્ય નામ આપવા સાથે વ્રત આયોજનમાં શ્રદ્ધાને પણ સાથે જોડવામાં આવી છે. એને અર્થ એ છે કે સર્વભૂત હિતરૂપ પિતાના સત્યને જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com