________________
[૧૧]વિશ્વવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધા વ્રત
૨–૧૦–૬૧
મુનિશ્રી નેમિચંદ્રજી
- વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતેમાં પહેલું બ્રહ્મચર્યવ્રત છે. તેના ઉપર અગાઉ વિચાર થઈ ગયો છે. હવે તેના બીજા મૂળવ્રત “સત્યશ્રદ્ધા” ઉપર વિચાર કરવાનું છે. આમ તો સત્ય અને ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. પણ, આજે એક નવાજ દૃષ્ટિકોણથી એ ઉપર વિચાર કરવાનો છે. છે. વિશ્વ વાત્સલ્યને સત્યશ્રદ્ધા સાથે બહુ જ નિકટને સંબંધ છે. બ્રહ્મચર્ય જેમ વિશ્વ વાત્સલ્યનું એક મૂળવત છે. મૂળભૂત અંગ છે તેમ સત્યશ્રદ્ધા પણ એક મૂળભૂત અંગ છે. - એક માતા બાળક ઉપર ખૂબ વાત્સલ્ય રાખે છે, પણ જ્યારે
ન્યાયને કે સત્યને પ્રશ્ન આવે ત્યાં નિષ્ફર પણ થાય છે. કારણકે જે તે વખતે તે કડક કે નિષ્ફર ન બને તે બાળકના જીવનને સાચો વિકાસ અટકી જાય. એવી જ રીતે સત્યને સાધક, વિશ્વપ્રત્યે વાત્સલ્ય રાખશે. પણ જ્યાં ન્યાયને પ્રશ્ન આવશે. સત્યને સવાલ આવશે ત્યાં મક્કમતા રાખશે, બહારથી જોનારને કદાચ એ નિધુરતા લાગે પણ, ખરું જોતાં તે વખતે તે સત્યને આગ્રહ ન રાખે તો વ્યક્તિગત અને સામાજિક વિકાસ ન થઈ શકે.
વિશ્વવાત્સલ્યમાં સમન્વય કરવાની અને ધ્યેયને લક્ષ્યમાં રાખી બધાયને તે રીતે જોડવાની વાત્સલ્ય દષ્ટિ રાખવામાં આવી છે. તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com