________________
૨૨૭
દેશમાં સારું વાતાવરણ તે ઊભું કરવું જ પડશે. સિનેમા-નાટક તજાવવાં પડશે. બ્રહ્મચર્ય પોષક સારું સાહિત્ય પ્રજાને આપવું પડશે. ગુરૂકુળમાં પચ્ચીસ વર્ષ લગી વિકૃતિમય વાતાવરણથી દૂર રાખી નવી પેઢીને તાલીમ આપવી પડશે. ટુંકમાં આ કાર્ય ભગીરથ અને અત્યાવશ્યક છે.
શ્રી દંડી સ્વામીએ કહ્યું : “બ્રહ્મચર્ય સાથે વિશ્વ વાત્સલ્યનો ઘણો સંબંધ છે. પણ એ બ્રહ્મચર્ય તેજવાળું જોઈએ. ભીષ્મ અને હનુમાન બ્રહ્મચારી જરૂર પૂરા ગણાય; પણ વ્યાપક તેજ તો કૃષ્ણ અને રામનું જ ગણયું. રામ પત્નીવ્રતધારી છતાં બ્રહ્મચારી રહ્યા અને તેમણે બ્રહ્મચર્ય ફેલાવ્યું. કૃષ્ણે નરકાપુર પાસેથી હજારો બહેનેને છોડાવી. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક છતાં તેમણે બ્રહ્મચર્યને સ્થાન આપ્યું.
એટલે મને લાગે છે કે માટલિયાએ કહ્યું તેમ સમાજ અને વાતાવરણની વચ્ચે રહીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પળાવવું પડશે.
બ્રહ્મચર્ય પાલનના સારાં સાધનમાં મને ત્રણ સાધનો સૂઝે છે. જેને આશરે દરેક લઈ શકે: (૧) ગ સાધના (૨) હરડે સેવન (૩) સાદી રહન-સહન. - સાદો દાખલો આપું તે બે અંગૂઠા વચ્ચે લાકડું હોય છે તેથી પણ નસ સંબંધે બ્રહ્મચર્ય-પાલનને ટેકો મળે છે. ઘુંટીની ઉપરની રગ દબાય તે વિકારે ઓછા પડે એટલા માટે ઘૂંટી પર ચાંદીના અથવા બીજી ધાતુનાં કડલાં બહેને રાખતાં, પુરુષો પણ સાંકળા રાખતાં, આપણું શરીર પંચ મહાભૂતનું બન્યું છે. તેને વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને આકાશને શકય તેટલે સંબંધ વધુ રહે તે આપણું આરોગ્ય સારું રહે, અને આરોગ્ય સારું રહે તે બ્રહ્મચર્ય પાલનમાં ઠીક ઠીક ટેકો મળી રહે. બહેનને આવો શ્રમ અને વાતાવરણ ગ્રામજીવનમાં સહેજે મળી જાય છે. પણ આજે ત્યાં વાતાવરણ બદલાઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com