________________
પાળતો હશે. પણ સમાજમાં વ્રત વિરૂદ્ધ કામ થતું હશે ત્યારે ઘણીવાર કોઈ સમાજની કાર્યકારિણી સભ્ય બની તેનું સમર્થન કરતો હશે.
* કંટ્રલના વખતને એક દાખલો છે. ત્યારે અનાજ રેશનથી મળતું અને સીમેટ પતરાં વ. ઉપર પણ નિયમબંધી ખરી. તે વખતે એક શહેરમાં એક મોટા આચાર્યનું ચોમાસું થયું. એમાસામાં દર્શનાર્થીઓ આવે તેમના રહેવા સૂવા જમવા વિ.ની બધી વ્યવસ્થા સંધને કરવી પડે. અનાજ તો રેશનથી પ્રમાણમાં જ મળતું હતું. એટલે સંધના કાર્યકરો અને હોદ્દેદારો (જેમાંના કેટલાંક વ્રત લીધેલાં હતાં)ની સામે સવાલ આવ્યો કે બ્લેકથી અનાજ, ખાંડ પતરાં વગેરે લાવવાં કે નહીં. તેમની નીતિનિષ્ઠા કાચી હતી એટલે તેમણે નિર્ણય કર્યો કે અહિંસાદિ વ્રત તો અમારે વ્યકિતગત પાળવાનાં છે. આ તો સંધ (ધર્મનું કામ છે. એમાં એવો વિચાર ન ચાલી શકે માટે બ્લેકથી તે તે વસ્તુઓ લાવવી જોઈએ. તે વખતે કાયદે હતું કે અમૂક સંખ્યાથી વધારે લોકોને જમાડવા નહીં પણ તેમણે ચાલાકીથી અને લાંચરૂશ્વત આપીને બેત્રણ સ્થળે રસોડું રાખીને; મર્યાદા-ઉપરાંતના લોકોને જમાડ્યા...
એટલે માત્ર વ્રતનિષ્ઠા હોય પણ જે સમાજને ઉદ્દેશીને ધ્યેયલક્ષી નીતિ અને વિશ્વદષ્ટિ યુક્ત નીતિનિષ્ઠા ન હોય તે વ્રતમાં આ રીતે જડતા આવી જાય છે. અથવા ઝનૂન આવે છે. એનું પરિણામ એ આવ્યું છે કે બધા ધર્મોમાં માત્ર ક્રિયાકાંડેને વળગી રહેવાનું જોવામાં આવે છે. ઘણી વખત ક્રિયાકાંડને તેઓ મુખ્ય સ્થાન આપી દે છે. પરિણામે ધર્મ કે સંપ્રદાયના નામે ઝઘડા, ખંડન, ઘર્ષણ, શેષણ, ભેદભાવ, મનદુઃખ, મને માલિન્ય વગેરેથી થતી હિંસા તરફ દુર્લક્ષ સેવાય છે અને અહિંસાવતની નિષ્ઠા તેમને માટે ગૌણ બની જાય છે. સંપ્રદાય માટે ક્યારેક સત્ય પણ ગૌણ બની જતું હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કે ધર્મ-ક્રિયાઓમાં આડંબર કે પ્રદર્શન કરવામાં અચૌર્ય (નીતિ, ન્યાય, ઈમાનદારી, પ્રમાણિક્તા) ગૌણ બની જાય છે. કદાગ્રહ-વધારે, જૂથ વધારે, શિષ્યવધારે, સંપ્રદાય-વધારે અથવા સંપ્રદાય દ્વારા ચાલતાં જુદા જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com