________________
૧૩૪
માતા બનવા તૈયાર નથી થતી. તે ફળ લઈને ગાયને ખવડાવે છે. ગાય ગર્ભ ધારણ કરે છે અને પ્રસૂતિના બધાં કષ્ટો સહે છે. ધૂધલી પિતાની બહેનના પુત્રને દત્તક લે છે. અંતે પરિણામ એ આવે છે કે કષ્ટ વગરને પુત્ર મા-બાપને મારે છે અને અવગતિમાં નાખે છે. જ્યારે એ અવગતિયાંએની ગતિ પેલી ગાયમાંથી જન્મેલો “ક” કરે છે.
વિચારની આચાર પરિણતિ માટે સાત ગાંઠે તેડવી
અવગતિયાંની ગતિ કરવા માટે શેરડીને સાંઠે પ્રતીક તરીકે (ગાંઠોના કારણે) રખાય છે. એવી જ રીતે ક્રાંતિમય વિચારને આચારમાં પરિણત કરવા માટે પણ સાત ગાંઠે આવે છે. મારા નમ્ર મત પ્રમાણે સાત ગાંઠ છૂટયા વિના કોઈ પણ વિધવાત્સલ્યને કાંતદષ્ટ ન બની શકે, તે આ પ્રમાણે છે :--
(૧) હું પુરૂષ છું એટલે કે દેહાભિમાન એ પહેલી ગાંઠ. (૨) “હું સ્ત્રી છું”, “ હું પુરૂષ છું” એ નરનારીને
ભેદભાવ બીજી ગાંઠ છે, (૩) કર્તવ્યને નામે કુટુંબમાં જ પરોવાઈ રહેવાય; વિશ્વને
વિચાર જ ન થાય એ ત્રીજી ગાંઠ છે. (૪) જ્ઞાતિ માટે છાત્રાલય, વાડી, જમણ બધું થાય પણ બીજા
માટે નહીં એવી ગોત્રની કે જ્ઞાતિની ચોથી ગાંઠ છે. (૫) ધર્મ તે વિશાળ છે છતાં સંપ્રદાયમાં ગુંચવાઈ જવું એ
પાંચમી સંપ્રદાય–ગાંઠ છે. તે જ દષ્ટિએ વ્રત ઉપવાસ કે કે દાન થાય અથવા દેરાસર, હવેલી, મસ્જિદ, ગિરજાઘર
થાય. આ ભાવ વિધવાત્સલ્યને આવવા દે નહીં. (૬) રાષ્ટ્રાભિમાનને લીધે દેશ પૂરતી ભાવના કેળવાય તે છઠ્ઠી
રાષ્ટ્ર-ગાંઠ છે. “હું હિંદી છું', “હું જર્મન છું” “હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com