________________
૧૨૦
એને આડે આવે છે. એક વક્તાએ કહ્યું : “આપણે બધાએ સંપ્રદાયની પરવા ન કરવી જોઇએ. સત્યથી ઉપાસના કરવી જોઈએ?” ત્યારે તેના એક એક વાકયો ઉપર તાળીઓ પડે છે પણ જ્યારે એ સત્યને જીવનમાં આચરે છે તો ગાળે વરસે છે. તે માટે એકએકથી ચઢિયાતાં બહાનાં શોધાય છે. શું વિચારની મધુરતા આચારમાં આવી કડવાશ રૂપે બદલાઈ શકે? ના, એવું તો નથી ! ખરેખર જૂની પરિપાટીઓ મૂકીને નવે ચીલે ન જવા માટેના રૂઢિગત સંસ્કારે જ એને એવું સ્વરૂપ આપી દે છે.
સર્વ ધર્મ સમન્વય અંગે ઘણું કહેવાય છે અને વિચારાય છે. “ દરેક ધર્મો સારાં તત્ત્વોથી સભર છે. બધા યે માનવકલ્યાણ ઇચ્છે છે. બધાયને આદર કરવો જોઈએ !” એવી વાત સાંભળતાં શ્રોતાઓ પ્રશંસા કરે છે અને ઉદારતા પ્રગટ કરે છે કે “અહા ! કે સુંદર વિચાર છે!” પણ જ્યારે સર્વ ધર્મ સમન્વય અને સર્વધર્મ સંસ્થાપક સમદરની વહેવારિક જના રજુ થઈ ત્યારે ઘણું કહેવા લાગ્યા કે આ તે બરાબર નથી. જેનોએ કહ્યું કે પહેલાં જૈનેને તે એક કરે ! હિંદુઓએ કહ્યું કે હિંદુ જાતિ તે એક થાય! બધાને ક્યાં ભેળવશો. ઈસાઈ, મુસલમાનોને ભેગા કરવાં એ ગાંડપણ છે. આ રીતે આચારમાં મૂકવાની વાત; એ જ વિચારના પ્રશંસકોને કાં તે ભગીરથ લાગે છે, કાં મર્યાદા બહાર જણાય છે અથવા કેઈ અવ્યક્ત ભયને નિહાળે છે.
વિચારોને આચારમાં મૂકનાર આચારનિષ્ઠા પ્રત્યે ઘણું વાર અશ્રદ્ધા અને ઘણું પણ પ્રગટ થાય છે. માણસ જેટલાં પુરૂષાર્થનાં ગીતથી ખુશ થાય છે તેટલા કર્મઠતા(પુરૂષાર્થ)થી થતું નથી. તેને કલ્પનાની કળા જોઇએ છે; વિચારોની બૌદ્ધિક કસરતા જોઈએ છે પણ તેને આચાર(કાય) નીરસ લાગે છે. તેમાં પંડિતાઈ નથી, કે નથી કવિત્વ ! પણ એ આચાર, વિચારોની જ આકૃતિ છે તેને એ જોઈશકવા સમર્થ બનતું નથી. આ માણસ જાતિનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે.
વિશ્વના ઈતિહાસમાં આવા દાખલાઓ ઠેર ઠેર માનવજીવનમાં જોવા મળે છે. એટલે જ ઊંડા ઊતરીને વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com