________________
કહેવાય છે કે તે દિવસથી રામાનુજાચાર્ય, પોતાના શિષ્યોને જાતિ, કુળ, વિદ્યા અને ધનનું અભિમાન છોડવાને ઉપદેશ અને આદેશ આપતા.
એટલું જ નહી તેમણે એને અનુરૂપ પિતાનાં સંસ્કારને ફેરવ્યા. વૃદ્ધાવસ્થાએ નદીમાં સ્નાન કરવા જતી વખતે તેઓ પિતાના બ્રાહ્મણ શિષ્યને ખભે હાથ મૂકીને જતા અને આવતી વખતે કોઈ શુદ્ર શિષ્યને ખભે હાથ મૂકીને આવતા.
લોકોમાં આ બન્ને આચાર્યોની ખૂબ જ ટીકા થએલી. લોકો નિંદા પણ કરવા લાગ્યા. પણ તેમણે એની પરવા ન કરી. વિચારને આચારમાં મૂકવાની આવી નિષ્ઠા જાગે તે જ વિચાર આચાર એકમેકમાં સંકળાઈ જાય અને તદનુરૂપ જીવન બની જાય.
એક ભાઈએ તો રામાનુજાચાર્યને પૂછયું પણ ખરું – “આપ આમ શા માટે કરો છો ?”
ત્યારે તેમણે કહ્યું: “આપ લોકો જેને નીચ સમજે છે તે શુકને સ્પર્શ હું એટલા માટે કરું છું અને જાતિ-અભિમાનને ગાળવાને - આજ ખરો મા જણાય છે. આ અભિમાન રૂપી મેલને હું બહારના સ્નાન કે શુદ્ધિથી ધોઈ શક્તો નથી.”
આ દાખલાઓ રજૂ કરવાનું કારણ એ છે કે લોકો અદૈતવાદ કે બ્રહ્મવાદને વિચારમાં મૂકતી વખતે તે સંમત હતા પણ ખદ જ્યારે તેમના આચાર્યો તેને અમલમાં મૂકવા લાગ્યા તે વખતે તેમણે વિરોધ કર્યો.
કેટલીવાર લોકે વિધવાત્સલ્ય, બ્રહ્મ, આત્મા વગેરે અંગે મોટી મોટી વાત કરે છે પણ તેમનું આચરણ તે તદ્દન વિરૂદ્ધ થતું જોવામાં આવે છે.
રાજા જનકને એક શંકા હતી. તેમણે એના સમાધાન માટે તે વખતના મેટા મેટા બ્રહ્મજ્ઞાની પંડિતોને બોલાવ્યા હતા. પણ, કોઈથી તેમની શંકાનું સમાધાન થયું નહીં. એટલે રાજાએ તેમને કહ્યું: “જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com