________________
પ્રકાશકનું નિવેદન શ્રી ભરતરામ ભાનસુખરામ મહેતા એક વાર “દેશ્ય શબ્દકોષ”ની હસ્ત પ્રત લઈને વિદ્યાપીઠમાં આવ્યા. એમની પાસે હાથકાગળ ઉદ્યોગને લગતી પણ એક હસ્તપ્રત ત્યારે હતી. આ બંને હસ્તપ્રતો તૈયાર કર્યા ઘણો સમય વીતી ગયો હતો. વચગાળામાં વિદ્યાકીય ક્ષેત્રે સંશોધન પ્રવૃત્તિઓએ ઘણો વેગ પકડયા, ભાષાશાસ્ત્રના પ્રદેશમાં પણ વ્યાપક અને ઊંડાણવાળાં સંશોધનો ખૂબ થયાં છે. આ બધાંને લાભ આ “દેશ્ય શબ્દકોશ'ને મળ્યો હોત તો સારું એવી લાગણી થઈ. પરંતુ બીજો વિચાર એમ આવ્યું કે શ્રી મહેતાએ કષ્ટ વેઠીને જે કાંઈ તૈયાર * કર્યું છે તે પ્રગટ થાય તો સારી વાત છે. એ પતે તે હવે આ કેસનું પુનરીક્ષણ કરી શકે તેવું સ્વાથ્ય પણ ધરાવતા નથી. કેશમાં અને ભાષામાં જેમને રસ હશે તેમને માટે આ સામગ્રી ઠીક ઠીક ઉપયોગી થશે એવી આશાથી કેશને “વિદ્યાપીઠ” દ્વમાસિકમાં હપતે હપતે છાપવાનું વિચાર્યું. તે પછી આજે આ નાનકડી પુસ્તિકાના સ્વરૂપમાં વાચકો પાસે તે મૂકીએ છીએ. અહીંયાં જે છે તે શ્રી મહેતાને જ પુરુષાર્થ છે.
આશા છે કે આ પુસ્તિકા ઉપયોગી નીવડશે. ૮ ૧-૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com