________________
૭૪
: આ સસની પ્રતિએ જડે છે. એટલુંજ નહિં, હિતુ અને કે ગ્રંથમાં એનું મુદ્રણ પણ થઈ ચુકયું છે. એ એની લેક પ્રિયતાનું પ્રધાન પ્રતીક છે. કેઈ પણ ઉત્તમ પ્રકારની કૃતિ અતિ પ્રચારિત હોય છે ત્યારે ધીદુર્બળ માણસના મને થાય છે કે આમાં કર્તા તરીકે મારું નામ જોડાય તે કેવું સારું ? આ રાસની ઉપર પણ એવું થયું છે. વિજયભદ્ર તથા ઉદયવંત નામના કેઈ અજ્ઞાત વ્યક્તિઓએ આ રાસને પિતાને નામે અજબ રીતે ચઢાવી દીધું છે, જો કે પ્રાચીન પ્રતિઓમાં તે વિનયપ્રભ ઉપાધ્યાયનું નામ સ્પષ્ટ જ છે, છતાં શુદ્રમાણસે સ્વપ્રકૃતિનું પરિચય આપ્યા વગર કઈ રીતે રહી શકતા નથી. સાધુ થઈને આવા દુકૃત્ય કરવામાં શું લાભ મળે છે એ અત્રે ખાસ વિચારવા જેવી વાત છે. સાહિત્યિક ચોરી કેટલા દિવસ છુપાઈ રહેશે? સમયસુંદરજીની સજઝાને પણ આવી રીતે ચોરી કરી પિતાને નામે કેટલાકએ ચઢાવી વિધી છે, ઉપરના રાસની બધાયથી જૂની પ્રતિ સં. ૧૪૩ ની મળી છે જેમાં વિનયપ્રભનું નામ સ્પષ્ટ છે. સાંભળવા પ્રમાણે ઉપાધ્યાજીએ ૪૫ ગાથાવાળા આ રાસની રચના પિતાના અકિંચન ભાઈને દારિદ્રય દૂર કરવા માટે કરી હતી. અને તેનું સ્મરણ કરતાં તેની ભાવના સફળ પણ થઈ હતી, વિ. સં. ૧૪૩૦માં લખેલી આ રાસની પ્રતિમાં આપની નિક્ત છ કૃતિઓને નામ નિર્દેશ કરેલ છે.
૩ મહાવીર સ્તવન, ગા. ૨૪ * : આદિ-“પાનના ટારિરિપત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com