________________
કિંચિત વક્તવ્ય
વર્ષોથી અમારી ઉત્કંઠા હતી કે ખરતરગચ્છના દાદાજી નામથી પ્રસિદ્ધ ચારે તથા અન્ય પ્રભાવક આચાર્ય દેવના સ્વતંત્ર અતિહાસિક જીવનચરિત્ર લખી પ્રકટ કરવામાં આવે, સર્વ પ્રથમ ચતુર્થ દાદાજીના ચરિત્ર સંબંધી વિપુલ સામગ્રી પ્રાપ્ત થવાથી “યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ' નામક ગ્રન્થ, આજથી ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો તદનંતર શ્રીજિનદત્તસૂરિજી મહારાજનું વેષણપૂર્ણ ચરિ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ પાછળની પટ્ટાવલિમાં ઉલ્લેખાયેલી અનેક ઘટનાઓને ઈતિહાસની કસોટી પર કસવામાં સમય અને સાધનની. વિશેષ અપેક્ષા જણાઈ, માટે એ કામ ભવિષ્ય ઉપર છોડી મુકયું છે. - પ્રસ્તુત ચરિત્ર સામગ્રી
અતિશય પ્રભાવક ચારિત્ર ચૂડામણિ દાદાસાહેબ શ્રીજિનકુશળસરિઝના ચરિત્રની આવશ્યક સાધન-સામગ્રી ન મળવાથી અમારા મનમાં સદા એક પ્રકારને પશ્ચાત્તાપ રહ્યા કરતે, પણ અને અમને ઉપાધ્યાય શ્રીક્ષમાકલ્યાણજીના જ્ઞાનભંડારમાંથી ૮૬ પત્રની પ્રાચીન ગુર્વાવલી મળી ગઈ. જે જેન સાહિત્ય અને ઇતિહાસની અમુલ્યનિધિ છે. એમાં ગુરૂદેવના સ્વર્ગવાસથી ૪-૫ વર્ષ બાદ-એટલે શ્રીજિન
શ્ન સૂરિના સમય સુધીની ઘટનાઓનું વર્ણન મળી આવે છે. એ થરથી નિશ્ચિત થાય છે કે ઘટનાઓ સાથે જ લખાયેલી એક પ્રકારની દેનન્દિની આધાર પર જ બનેલી આ ગુર્નાવલી છે, અતઃ એની પ્રાચીનતા અને પ્રામાણિકતામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. યદ્યપિ આ પ્રતિ ઘણુંયે સ્થાને પર ખવાયેલી છે, પણ બીજી પ્રતિ ઉપલબ્ધ ન થવાથી પ્રસ્તુત પ્રતિને આદર્શ માનીને જ ચરિત્ર તૈયાર કરવું પડ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com