________________
૩૦
પ્રદીપ રાજસિંહે નાના પ્રકારના મહત્સવ પૂર્વક સંઘપૂજા સ્વધર્મિવાત્સલ્યાદિ પવિત્ર કાર્યો કરી પુણ્ય પાર્જન કર્યું આષાડ વદિ ૮ને દિવસે યુગાદિદેવના મૂલમંદિરમાં શ્રીનેમિનાથજી આદિની પ્રતિમાઓ, સમવસરણ, શ્રીજિનપતિસૂરિ શ્રીજિનેશ્વરસૂરિ આદિ ગુરુબિંબની પ્રતિષ્ઠા મહાન ઉત્સવ સહિત શ્રીજિનકુશલસૂરિજી મહારાજે સ્વહસ્તે કરી, એજ દિવસે પાટણના શેઠ તેજપાલે બધુ રુદ્રપાલયુક્ત પાટણમાં જ પૂર્વ પ્રતિષ્ઠિત શ્રીયુગાદિ દેવના બિંબને સ્વનિર્માપિત નવીનતમ પ્રાસાદમાં સ્થાપિત કર્યું. તે સમયે પ્રાસાદ પ્રતિષ્ઠા આદિ બધિ સાધૂચિત કિયાએ પણ આચાર્ય મહારાજે કરાવી.
આષાડ વદિ ૯ ના દિવસે મૂળ મંદિરમાં માળારે પણ સમ્યકત્વ ગ્રહણ, નવવિધ પરિગ્રહ પરિમાણ, સામાયિકાદિ શ્રાવકેચિત વ્રતો ગ્રહુર્ણ કરવા માટે વિશાળ નંદીમહેસૂવ થયે, બીજા પણ અનેકે શ્રાવક શ્રાવિકાઓએ પોતપોતાની શક્તિ અનુસારે વ્રત ગ્રહણ કરી સંઘ યાત્રાની સ્મૃતિ કાયમ કરી, આ પ્રસંગે સુખકીતિ ગણિને વાચનાચાર્ય પદ આપ્યું, નવનિર્મિત પ્રાસાદ પર વજદડ ચઢા, આ રીતે પવિત્રતમ તીર્થ શત્રુંજય ઉપર દસ દિવસ પર્યત મહોત્સવને ભારે સામરેહ રહ્યો. તેમજ ઉપર્યુક્ત મહોત્સવમાં ઉચ્ચ નગરના રેડલા હેમલના પુત્રરત્ન માએ નામના કડુવા શ્રાવકે પિતાના ભત્રીજા હરિપાલ સાથે ૨૬૭૪ દ્રમ્પની મેટી બોલી બોલાવી ઈન્દ્રપદ અંગીકાર કર્યું, ધીણના પુત્ર ગોસલે ૬૦૦ દ્રમ્પ વ્યય કરી - ૧ એમની દીક્ષા સ. ૧૩૪ર વૈશાખ શુદિ ૧૦ને દિવસે જાહેરમાં . શ્રીજિનચંદ્રસૂરિજીના કરકમ દ્વારા થઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com