________________
ઉપરનું શાહી ફરમાન પ્રાપ્ત કરી રાજમાન્ય શેઠ શ્રીમાન રય પતિએ શત્રુંજય ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરવા માટે નિકળનાર સંઘમાં સમ્મિલિત થવા નિમિત્તે પાટણમાં વિરાજમાન પૂજ્ય આચાર્યવર્ય શ્રીજિનકુશળસૂરિજી પાસે વિજ્ઞપ્તિ પત્ર લખી શીઘગામી મનુષ્ય દ્વારા પહોંચાડ્યું. સૂરિજી મહારાજે પિતાની બધીયે પરિસ્થિતિને સારી રીતે ખ્યાલ કરી તીર્થયાત્રા માટે સંઘ કાઢવાની આજ્ઞા પ્રદાન કરી, ગુરૂદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરી શેઠ રય પતિ અત્યંત પ્રસન્ન થયા, અને પોતાના પુત્ર મહણસિંહ, ધર્મસિંહ, શિવરાજ અભયચંદ્ર તથા પૌત્ર ભીષ્મ અને બંધુ જવણપાલાદિ પરિવારના તમામ લોકે સહિત ગુરૂમહારાજ દ્વારા બતાવેલ વિધિ અનુસાર સંઘની તૈયારી કરવામાં પૂર્ણતયા સંલગ્ન થયા. કારણ કે એ સમયમાં આવા વિશાળ સંઘની આજના કરવી એ એક કઠણ કામ હતું, પરંતુ તીર્થભકત પરિવારે પિતાનો મૂલ્યવાન સમય લગાડી થડા સમયમાં સંઘચિત સર્વ પ્રકારની તૈયારી કરી લીધી, સંઘવી શેઠ. પતિએ દિલ્હીના પ્રમુખ શ્રાવકમંત્રિદલીય સાધુ જવનપાલ, દેવગુરૂધર્મભકિત કારક શ્રીશ્રીમાલી શા ભેજા, શાક છીતમ એવં શિલ્પાદિ અનેક વિષયેના ધુરન્ધર વિદ્વાન રાજમાન્ય ઠ શ્રી ફેરુ, ધામઈ નિવાસી શાક રૂપે, બીજા આદિ લૂણીવડી નિવાસી પચોલી સાવ ક્ષેમધર આદિ દૂર અને નજીકના શ્રીસંઘને એકત્ર કરી સ્વનિવાસસ્થાન દિલહીથી મોટા આડંબર સાથે યાત્રાર્થ પ્રયાણ કરવાને વિસ્તૃત ઉત્સવ મનાવ્ય, ઉપર જણાવાયું છે કે શેઠ શ્યપતિના પુત્રરત્ન શ્રીમાન્ ધર્મસિંહને પ્રભાવ રાજદરબારમાં બહુ સાર હતો, જેના અંગે એમના પ્રયાસથી રાજ્યના પ્રધાન માર્ગથી થઈ ૧૨ પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com