________________
૧૮
વિત્તને સદ્વ્યય કરવા આ સુંદર સુગ તેવણને પ્રાપ્ત ચ. યાચકોને મનનુકૂળ સૌવર્ણ યમુદ્રાઓ અને અશ્વાદિ વાહન એવધ સ્ત્ર અન્ન આભૂષણ આદિનું દાન મળ્યું, તે ઉત્સવ પ્રસંગે ત્યાં પાટણમાં ૧૦૦ આચાર્યો ૭૦૦ મુનિઓ અને ૨૪૦૦ સાધ્વીઓ એકત્ર થએલા, તે બધાઓને વસ્ત્ર પાત્રાદિ વહરાવીને ત્યાંના બધાએ શ્રાવકોએ સુપાત્રદાનને સારામાં સારો લાભ મેળવ્યા હતા.
આ પ્રસંગે ભિન્નભિન્ન સ્થાનેથી આવેલા શ્રાવકોએ પણ ધાર્મિક કૃત્યેમાં સ્વવિત્તને સારા પ્રમાણમાં વ્યય કરી યશ અને પુણ્ય પાર્જન કર્યા, જેમાં ભીમપલ્લીના શ્રાદ્ધશિરોમણિ સાધુરાજ સામેલના પુત્ર વીરદેવ, શ્રીશ્રીમાલ શાહ બીજલના પુત્ર રાજસિંહ, એવં રાજમાન્ય દેવગુરૂભક્ત પરમાર્હત મંત્રીદલીય ઠ વિજયસિંહ ઠ. ચૈત્રસિંહ ઠાકુમરસિંહ ઠ. જવનપાલ ઠ. પાલ્ડા આદિ સમુદાયે અને સાધુરાજ સુભટના પુત્રરત્ન શાહ મેહન મં. ધન્ ઊંકા, આદિ જાલેરના શ્રાવકે તેમજ શાહ ગુણધર આદિ પાટણના તથા વીજાપુરના શાહ તિહણ આદિ, આસાપલ્લીના ઠ. પઉમસિંહ, ખંભાતના ગે. જૈત્રસિંહ આદિ અગ્રગણ્ય શ્રાવકેને ઉલ્લેખ વિશેષ મહત્ત્વ રાખે છે.
આ અવસરે માલારોપણ નન્દીમહત્સવ તથા શ્રી શાંતિનાથજીના મંદિરમાં અછાન્ડિકા મહેન્સ થયાં. જેસલમેરીય જ્ઞાનભંડારના વિસ્તૃત સૂચીપત્રથી જણાય છે કે એ જ વર્ષમાં શ્રીશ્રીમાલ દેદના પુત્ર આનાએ સૂરિજી મહારાજના ઉપદેશથી નિષધ કાવ્યની તાડપત્રીય પ્રતિ ખરીદી જેની પ્રશસ્તિ “જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ” પૃ. ૧૪માં છપાઈ ચુકી છે. ગચ્છનાયક પદ પ્રાપ્ત કર્યા બાદ સૂરિજી મહારાજ ભીમપલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com