________________
વર્ણન કરતાં એવાં સેકડા સ્તવન-સ્તુતિ-સ્તેત્રે વિવિધ ભાષા એમાં નિર્માણ કરી અનેક પ્રતિભાસ ંપન્ન સુકવિએ પેાતાની હાર્દિક ભક્તિકુસુમાંજલિ સમર્પિત કરી કૃતકૃત્ય થયા છે, એવા શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય ગુરુદેવના પરમપવિત્ર જીવનચરિત્રને જનસાધારણુ સમક્ષ પેાતાની નૈતિક ઉન્નતિ માટે મૂકવાને આ અમારો લઘુ પ્રયાસ છે. અમે આશા કરીએ છીએ કે આ પ્રયાસથી સર્વ સાધારણ લાભાન્વિત થશે.
જન્મ
રાજસ્થાનની વીરભૂમીએ અનેક નરવીર, નરરત્ને અને આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રવાહને વેગ આપનાર ધર્મોચાર્ડને ઉત્પન્ન કરી સ્વકીતિ કૌમુદી ચારે દિશાઓમાં વિસ્તારી છે. અહીના ધર્માચાર્યાએ મરુસ્થળ જેવા પ્રદેશમાં પણ માનવસંસ્કૃતિના ઉચ્ચતમ સિદ્ધાન્તા વિકસાવ્યા હતા. અને સ્વભાવિકનિ ળ ચારિત્રના બળે મેટમેાટા રાજામહારાજાએ પર પણ પેાતાને પ્રભાવ પાડી જીવ હિંસાના નિષેધ કરાવ્યે હતા. તે ઉપરાંત ઘણા રાજા એને જૈન ધર્મની દીક્ષા પણ આપી હતી. યથા રાજા તથા પ્રજા”ની ઉકિત પ્રમાણે તે સમયમાં જૈન ધર્મોને પ્રભાવ રાજસ્થાન પ્રજામાં સ– સાધારણ સમાજમાં પણ જબરદસ્ત હતા આજે પણ ત્યાં આપણને એ અનુભવ થાય છે.
મરુસ્થલ દેશના સમિયાણા(ગઢસિવાણા) ગામમાં છાજે
૧
૧ આ ગાત્રનાં શાહ ઉર્દૂરણ શેઠ શ્રીજિનપતિસૂરિજીના સમયમાં ખરતરગચ્છાનુયાયી થઇ ગયા હતા, આ સંબંધમાં અમારા સંગ્રહમાં એક પ્રાચીન પત્રમાં મનાર જક પણ ઐતિહાસિક વર્ણન વર્ણિત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com