________________
- ૧૧
પ્રસ્તાવના
વેતાંબર જૈન સમ્પ્રદાયના જેટલા ગોના ઈતિહાસ પ્રાપ્ત થાય છે તે બધામાં ખરતરગચ્છને ઇતિહાસ વિશેષ વિસ્તૃત અને વિવિધ સાધન સમ્પન્ન છે ખરતરગચ્છીય પટ્ટાવલિયેની સંખ્યા પણ સારા પ્રમાણમાં મળે છે અને રચનામાં પણ યથેષ્ટ પુરાતન પટ્ટાવલિ શિવાય ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષામાં નાની મોટી ગુર્નાવલિ, રસુતિઓ અને રાસ ભાસ આદિ કૃતિઓ પણ અનેક ઉપલબ્ધ થાય છેગ્રન્થ પ્રશસ્તિઓ, પુસ્તક પ્રશસ્તિઓ, મંદિર પ્રશસ્તિઓ અને મુર્તિઓ તથા પાદુકાઓ પર ઉત્કીર્ણ નાના મોટા લેખે પણ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે. આ બધા સાધનેને વ્યસ્થિત સંગ્રહ સંકલન કરવામાં આવે અને સુંદર રીતે સંપાદન કરી પ્રકાશિત કરવામાં આવે તે ખરતરગચ્છના વિસ્તૃત ગૌરવને પ્રભાવિત્પાદક અને વાસ્તવિક ઈતિહાસ વિદાનો સન્મુખ ઉપસ્થિત કરી શકાય તેમ છે !
અમને આ જોઈ આનન્દ થાય છે કે આ ગચ્છના એક શ્રદ્ધાશાલી બધુ-યુગલભાઈશ્રી અગરચંદ નાહટા અને ભંવરલાલજી નાહટા આ દિશામાં ખુબ જ પ્રશંસનીય પ્રયત્ન કરી રહ્યા છે. અને પૂર્વાચાર્યો તથા પૂર્વજની કીર્તિને પ્રકાશમાં લાવવાનું પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે
ઈતિઃ પૂ શ્રીજિનચંદ્રસૂરિ ચરિત્ર અને ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ નામક બે ગ્રન્થ સુંદર રીતે સમ્પાદિત કરી તેઓ પ્રકાશિત કરી ચુક્યાં છે. હવે દાદા શ્રીજિનશળસૂરિનું ચરિત્ર પ્રકટ કરી રહ્યા છે ! એ સિવાય પણ આ બધું યુગલ વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં સમય સમય પર નાના મેટા નિબંધ પ્રકટ કરી ઈતિહાસના વિદ્વાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com