________________
૩ શ્રીજિનપદ્મસૂરિજી આપ સુવિખ્યાત ખીમડ કુલીન શેઠ લક્ષ્મીધરના પુત્ર આંબાની સુશીલા ધર્મપત્ની શ્રીમતી કીકીબાઈના પુત્રરત્ન હતા; સં૦ ૧૩૮૪ માઘ સુદિ પમને દિને દેરાઉરમાં ચરિત્રનાયક શ્રી જિનકુશળ સૂરિજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૧૩૦ જેઠ સુ. દન દેરાઉરમાં શ્રીતરૂણપ્રભસૂરિજીએ સૂરિપદ આપ્યું. અને સં. ૧૩૦નું માસું જેસલમેર કર્યું, જેનું વિસ્તૃત વર્ણન અમે છઠ્ઠા પ્રકરણમાં આપી ગયા છીએ. એના પછીનું વિશેષ વર્ણન ગુર્નાવલીમાં આ પ્રમાણે મળે છે.
સં. ૧૩૯ પિષ સુદિ ૧૦ ના રોજ લક્ષ્મીમાલા ગણિનીને પ્રવર્તનીપદ આપ્યું, માલારોપણુતિ ઉત્સવ થયા બાદ બાડમેર પધાર્યા. ત્યાંના રાણા શિખરસિંહ અને શ્રાવક પ્રતાપસિંહ સાતસિંહે સન્મુખ આવી ભવ્ય પ્રવેશત્સવ કર્યો, અહીં ૧૦ દિવસની સ્થિરતા કરી સત્યપુર (ચાર) આવ્યા, અહિં રાણ હરિપાલદેવ અને નીંબા શેઠે કરેલ સામૈયા સાથે ભગવાન મહાવીર સ્વામીની પ્રાચીન ભવ્ય પ્રતિમાનાં દર્શન કર્યા, મિતિ માહ સુદિ ને દિવસે વ્રતગ્રહણ માલાપણાદિ ઉત્સવે થયાં નયસાગર અને અભયસાગરની દીક્ષા થઈ, એક માસથીએ એાછા દિવસે ત્યાં સ્થિરતા કરીને શેઠ વીરદેવના આગ્રહથી આદિત્યપાંડા ગયા જ્યાં પાર્શ્વ પ્રભુના ચરણ ટકા, અહીંથી પાટણ ગયા. ત્યાં નવલખ દેવાનન્દનાં પુત્ર અમરસિંહ માઘ સુદિ ૧૩ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com