________________
આ પ્રમાણે મુંબઈનું કામ પૂરું થયા પછી આપણે છેલ્લે જોઈ ગયા તેમ બંધારણ અને વ્યવસ્થાના ઠરાવને ચાલુ અમલ કરવાને માટે મુંબઈમાં કાયમી ઓફિસ ખેલી એક પગારદાર સેક્રેટરીની નેમનેક કરી ફંડની વ્યવસ્થા તથા કામની વહેચણીના ચાર વિભાગ કરી નાંખી નીચે પ્રમાણે ગોઠવણ કરવામાં આવી.
૧ શેઠ ફકીરચંદ પ્રેમચંદ જે.પીને રેસીડેન્સી જનરલ સેક્રેટરી કરાવી મુંબઈની એફિસનું કામ પણ તેમની દેખરેખ નીચે સોંપવા ઉપરાંત સુરતથી દક્ષિણે મુંબઈમૃધીને પ્રદેશ તથા ખાનદેશ બીરાર અને દક્ષિણ હિંદુસ્તાનને લગતું કામકાજ અને જીવ દયાનું ખાતું 'તેમની દેખરેખ નીચે મૂક્યું.
૨ મી. ગુલાબચંદજી ઠંદ્રાને રજપુતાના, મધ્યપ્રાંત અને માળવાને લગતું કામકાજ અને કર્ણ પુસ્તકેદ્ધાર તથા નિરાશ્રીત ખાતું તેમની દેખરેખ નીચે મૂક્યું અને તેની એફીસ જેપુરમાં રાખવામાં આવી.
૩ શેઠ લાલભાઈ દલપતભાઈને સુરતથી પાલણપુર સુધીને પ્રદેશ તથા કાઠિયાવાડ, કચ્છ અને સધને લગતું કામકાજ અને કેળવણીખાતું તેમની દેખરેખ નીચે મૂકયું તથા તેમની ઓફિસ અમદાવાદમાં રાખવામાં આવી.
૪ બાબુરાય કુમારસિંગછ મુકીમને બંગાળા વાયવ્યપ્રાંતે બ્રહ્મદેશ, એરીસા(નાર્થ વેસ્ટ ઝેવિન્સીસ) અને પંજાબને લગત કામકાજ તથા જીર્ણ તિર્થોદ્ધારનું ખાતું તેમની દેખરેખ નીચે મૂક્યું અને તેમની ઓફિસ કલક-તે રાખવામાં આવી.
જયારે પ્રવન્સીઅલ સે ટરી તરીકે અમદાવાદમાં મી. હીરાંચ દ કકલભાઈ તથા મી. ભગુભાઈ ફતેહચંદ કાર્યભારી. ભાવનગર શેઠ કુંવરજી આણંદજી, એવલા મી. દાદર બાપુશા. માલેગામ. મી. બાવચંદ હીરાચંદ. અજમેર રાયબહાદુર ભાગમલજી ઠઠ્ઠા. રતલામ શેઠ ચાંદીમલજી તથા ભરૂચ શેઠ અનુપચંદ મલકચંદ નીમ્યા. અને જનરલ સેક્રેટરીએ પિતતાનું કામ આગળ ચલાવતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com