________________
( ૪ ) પડ્યો નાના વિધ ભવકૂપમેં સહત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં; આતપત્રછાયો સઉ મન હંત ભયો અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુરેશમે. ૪
અર્થ–-માથા ઉપર ધેાળા વાળ થયા છતાં આ પ્રાણું ચેતતા નથી અને ધન મેળવવા માટે પરદેશમાં ફરે છે, મારૂં મારૂં કરે છે, મોહના અતિરેકથી હૃદયમાં વિવેકને ધારણ કરી શકતા નથી અને અનેક પ્રકારના કલેશમાં પડે છે. વળી ભવકૃપમાં પડ્યો તે અનેક પ્રકા૨ના દુ:ખ સહન કરે છે અને મધુબિંદુની જેવી અંશમાત્ર આશામાં ને આશામાં મગ્ન રહે છે. હવે જ્યારે એ બધું છોડી દે છે ત્યારે સાધુપણાના ઉત્તમ વેશમાં–જેમ માથે છત્ર ધારણ કરવાથી તાપને ભય નાશ પામે છે ને શાંતિ પ્રાપ્ત થાય છે તેમ–આ જીવ ચિદાનંદપણાના સુખને (આત્મિક સુખને) પામે છે. ૪
ધન અરૂ ધામ સહ પડ્યો હિ રહે નર, ધાર કે ધરામેં તું તે ખાલી હાથ જાગે; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ, હોય કે જમાઈ કેઇ દુસરે હિ ખાયેગે. કુડ રૂ કપટ કરી પાપબંધ કીને તાતે, ઘર નરકાદિ દુખ તેરે પ્રાણી પાવેગે; પુન્ય વિના દુસરે ન હેયને સખાઈ તબ, હાથ મલ મલ માખી જિમ પસતાવે. ૫ ૧ છત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com