________________
भी परमात्मने नमः શ્રી ચિદાનંદજી કૃત રીયા.
== ==
( સવૈયા એકત્રીસા ). ઓંકાર અગમ અપાર પ્રવચનસાર, મહાબીજ પંચ પદ ગરભિત જાણીએ; જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાન રૂપ, સિદ્ધિ બુદ્ધિદાયક અનુપ એ વખાણીએ, ગુણ દરિયાવ ભવજળ નિધિ માંહે નાવ, તકે લિખાવ હિયે જોતિરૂપ ઠાણીએ; કીને હું ઉચ્ચાર આદ આદિનાથ તાતે યાકે, ચિદાનંદ પ્યારે ચિત્ત અનુભવ આણીએ. ૧
અર્થ–પ્રારંભમાં મંગળાથે કારનું સ્વરૂપ વર્ણન કરે છે. કારનું સ્વરૂપ અગમ્ય છે, અપાર છે, જેના પ્રવચનના સારભૂત છે, મહાબીજરૂપ છે, અરિહંતાદિ પાંચપદના પ્રથમાક્ષરથી ગર્ભિત છે. જ્ઞાનરૂપ છે, ધ્યાનરૂપ છે, પરમ નિધાન તુલ્ય છે, સુખનું સ્થાન છે. સિદ્ધિ ને બુદ્ધિને આપનાર છે, અનુપમ છે, ગુણના સમુદ્ર તુલ્ય છે,
૧ અરિહંતને “એ” અશરીરી (સિહ) ને “અ” આચાર્યને બા” ઉપાધ્યાયને “ઉ” અને મુનિને “મ” એમ પાંચ અક્ષરે મળીને કાર થયેલ છે. એ શાશ્વત મંત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com