________________
( ૭ ) વેલુ પાલત તેલ લહે નહિં, તૂપ લહે નહિં તોય વિલાયા, સિંગ; દુહત દુધ લહે નહિ, પાક લહે નહિ ઉખર બેયા. બાઉલ બેવત અંબ લહે નહિ, પુન્ય લહે નહિ પારકે તેયા; અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકે કહા જોયા. ૩૬
અર્થ-હે મનુષ્ય ! વેળુ (રેતી) પીલવાથી કદી પણ તેલ નીકળે નહીં, પાણી વહેવવાથી ઘી (માખણ) પ્રાપ્ત થાય નહીં, સીંગડાને દવાથી દુધ મળે નહીં, ઉખર જમીનમાં વાવેતર કરવાથી ધાન્યનો પાક પ્રાપ્ત થાય નહીં, બાવળ વાવવાથી આંબાના ફળ (કેરી) મળે નહી અને પરને તપાવવાથી–દુ:ખ આપવાથી પુન્ય પ્રાપ્ત થાય નહી. તેમ ઉપરથી શરીર ભલે ધુએ પણ અંતરની શુદ્ધિ કર્યા વિના ( આત્મસ્વરૂપને ) પ્રાપ્ત કરી શકાય નહીં. ૩૬
દ્રવ્ય અરૂ ભાવના કરમથી નીયારે નિત, લેશ્યા ગતિ જેમકે સંજોગ નહ પાઈએ; કેઈથી ન કહો જાય કરથી ન રહે જાય, રહો હે સમાય તાકે કેસે કે બતાઈએ ? નય અરૂ ભંગ ન નિખેપકે પ્રવેશ જિહાં, ઉગતિ જુગતિ તામેં કેન ભાત લાઈએ,
૧ ઘી-માખણ. ૨ પાણી ૩ તાયાતપાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com