________________
( ૨૫ ) બેડી તે કંચન લેહમચિ દેઉ, યાવિધ ભાવ હીયે નિજ આણે; હંસ સ્વભાવકું ધારકે આપણે, દોઉથી જ્યારે સરૂપ પિછાનો. ૩૩
અર્થ–હે ભવ્ય ! જ્ઞાનાઓને પાપ ને પુન્યમાં કાંઈ પણ ભેદ નથી. એ બંનેને બંધનરૂપ જાણવા ગ્ય છે, જેમ માતા ને પિતા-બંનેના નેહમાં કાંઈ ભેદ નથી. એ મોહમાયાનેજ મહાબળવંત સમજવાની છે. પુન્ય ને પાપ એ બંને સેનાની ને લેઢાની બેડી સમાન આ સંસારમાં
રાખનાર છે. એમ તેના ભાવ તમે તમારા હૃદયમાં રણ કરો અને આત્માને ક્ષીર ને નીરને જુદા પાડનાર હંસની જે સ્વભાવ છે તે સ્વભાવવડે પુન્ય ને પાપબંનેથી–પોતાના આત્મસ્વરૂપને જુદું ઓળખે. ૩૩
પૂજત હે પદપંકજ તાકે મ્યું, ઇંદ નરિંદ સહ મિલ આઈ; ચાર નિકાયકે દેવ વિનેયુત, કષ્ટ પડે જાકું હેત સહાઈ. ઉરધ ઓર અગતકી સબ. વસ્તુ અગોચર દેત લખાઈ; દુર્લભ નહિ કછુ તિનકું નર, સિદ્ધિ સુધ્યાનમયી જિણે પાઈ. ૩૪ અર્થ–હે મનુષ્ય ! જેણે સદ્ધયાનમય સિદ્ધિને
૧ વિનયયુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com