________________
( ૨૦ ). અર્થ–શુદ્ધ ચેતન કહે છે કે હું નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય તે પણ શું કરું? (મારે તેનું કામ શું ? ) વળી દેવગતિના સુખ મળે તે તેને પણ શું કરૂં ? મણિ માણેક મોતી વિગેરે મળે તે તેને પણ શું કરું ? વળી તારું રાજ્યનું તિલક પ્રાપ્ત થાય તે પણ હું રાજ્યને શું કરું ? વળી જનરંજન માટે નવા નવા વેશધારણ કરીને પણ શું કરું ? તેમજ મતવાદીઓ-જુદા જુદા મતધારીઓની મતિ પણ મારે શા કામની ? મને તે એક નિરંજન વીતરાગ પરમાત્માના નામ:શિવાય બીજું બધું શીકું નિસાર લાગે છે. ૨૬
કુલકે સંગ પુલેલ ભય તિલતેલ તે તો સહુ કે મન ભાવે, પારસ કે પરસંગથી દેખીએ, લેહા ક્યું કંચન હોય બિકાવે; ગંગામેં જાય મિલ્યો સરિતા જળ, તેહુ મહા જી આપમ પાવે સંગત કે ફળ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉંચ કહાવે. ૨૭
અર્થ–કુલની સંગતથી તલનું તેલ કુલ કહેવાય છે ને તે સહુના મનમાં ગમે છે, પારસના પ્રસંગથી લેટું સુવર્ણ થઈ જાય છે અને સેનાપણે વેચાય છે. ગંગામાં મળીને અન્ય નદીઓના જળ પણ મહાપાવત્ર જળની ઉપમા પામે છે તે પણ પવિત્ર ગણાય છે. આ પ્રમાણે સુસંગતિનું ફળ જોઈને ચિદાનંદ મહારાજ કહે છે કે-સત્સંગથી નીચ પદાર્થ પણ ઉંચ કહેવાય છે. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com