________________
( ૧૫ ) અર્થ–મધમાખી નિરંતર મધ ભેળું કરે છે–પોતે ખાતી નથી, તે મધ અચાનક કોઈ આવીને લઈ જાય છે અને ખાય છે. કીડી દાણાને સંચય પિતાના દરમાં કરે છે પણ તે કારણથી તે પોતાના પ્રાણ ખુએ છે. કર્તા કહે છે કે અરે મૂર્ખ મનુષ્ય! તું લાખ ને કોડ દ્રવ્ય ભેગું કર્યા છતાં શા માટે કૃપણ કહેવરાવે છે? દાતાર શા માટે બનતો નથી ? કારણ કે એ તારૂં બધું દ્રવ્ય અહીંનું અહીં પડયું રહેશે, અંત સમયે તેમાંથી કોઈ પણ તારી સાથે આવશે નહીં. ૧૯
રચક બીજ ધરામાંહિ બોવત, તાકે અનેક ગુણે ફીર પાવે; કાલ વસંતકું જાચક જાનકે, પાન દિયે તિનકું નવ આવે. જાણ અનિત સભાવ વિવેકહ્યું, સંપત પાય સુમારગ લાવે; કરતિ હોગી ઉોંકી દશે દિશ,
બેઠ સભામેં દાતાર કહાવે. ૨૦
અર્થ–જમીનમાં નાના સરખા બીજ વાવે છે તે તે મારું વિત્યે અનેકગણું ધાન્ય પામે છે. વસંત ઋતુને યાચક જાણુને જે વૃક્ષ પોતાના પાનાઓ આપી દે છે તે ફરીને નવા પાનડાઓ મેળવે છે. તે પ્રમાણે વિવેકી મનુષ્ય સંપત્તિ પામીને તેને સ્વભાવ અનિત્ય સમજી તેને વિવેકપૂર્વક સારા માર્ગમાં વાપરે છે. કર્તા કહે છે કે તે મનુ- ૧ “કીડી સંચે ને તેતર ખાય” એ કહેવત અનુસાર કીડીનું - ધાન્ય બધું તેતર પક્ષી કીડી સહિત ખાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com