________________
ગુણસ્થાનનું સ્વરૂપ
ગુણસ્થાનનું બીજું નામ છેવસ્થાન અથવા જીવ સ્થાનક પણ કહેવાય છે. ગુણસ્થાન એ જીવનાં ચઢતા આધ્યાત્મિક ક્રમના સ્થાને છે. એ સ્થાને જીવની સાથે રહેલા છે. એટલે જીવસ્થાન શબ્દ પ્રયોગ પણ યોગ્ય છે.
જીવસ્થાનને જીવસમાસ પણ કહે છે. જેમાં જીવ ભલે પ્રકારે સમાઈને રહે છે તેને જીવસમાસ કહે છે. પરંતુ
ગુણસ્થાન એટલે આત્માના ગુણનું સ્થાન એમ અર્થસૂચક નામ છે. તેથી તે સર્વમાન્ય થઈ ગયું છે અને પરંપરાથી એ નામ જ ચાલ્યું આવ્યું છે. ગુણસ્થાન નામ એટલું બધું રૂઢ થઈ ગયું છે કે ઘણું લોકોને જીવસ્થાન કે જીવ સમાસ નામની ખબર પણ નથી. તેથી અમે પણ આ પુસ્તકમાં ગુણસ્થાન નામ જ વાપરેલ છે.
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણો છે. તે ગુણો પ્રતિબંધક કર્મોથી દબાયલા છે, ઢંકાયેલા છે, આચ્છાદિત થયેલા છે. તે કર્મો વધારે કે ઓછા અંશે દૂર થવાથી ગુણોની જે અવસ્થા પ્રગટ થાય, જ્ઞાનાદિ ગુણેના સ્થાન-ભેદ-સ્વરૂપ વિશેષ પ્રગટ થાય તેને ગુણસ્થાન અથવા ગુણસ્થાનક કહે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોને ભેદ તરતમભાવે વત્તા ઓછા અંશે આવિર્ભાવ થવો તે ગુણરથાન.
જ્ઞાનને વિકાર થતો નથી. પણ એણું વધારે કે પૂણે એમ જુદી જુદી દશામાં હોય છે. મિથ્યાત્વના સાહચર્યથી જ્ઞાનના કુમતિ, કુશ્રત, ગુઅવધિ (વિબંગ) એ ત્રણ અપ્રશસ્ત પ્રકાર કહેલ છે. દર્શન અને ચારિત્રનો વિકાર થાય છે અને છેવટે તે વિકારરહિત શુદ્ધ પરિણમે છે.
મોહ અને યોગના નિમિત્તથી અથવા મેહ છૂટવાથી આત્માના દશન અને ચારિત્ર ગુણની જે અવસ્થાએ થાય છે તેને ગુણસ્થાન કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com