________________
૩૦
ચૌદ ગુણસ્થાન બનેલા મુનિઓ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટથી ત્રિલેક તિલક સમાન ઉત્તમ સર્વાર્થ સિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે, ચૌદ પૂર્વધરોને જઘન્ય ઉપપાત લાંતાક સુધી હોય છે. તેની નીચે તે નહિ જ.
જેઓ ઉત્કૃષ્ટ આરાધના કરી શક્યા નથી પણ જઘન્યપણે ચારિત્રનું આરાધન કરેલું હોય એવા યતિઓ જઘન્યથી સૌધર્મ કલ્પ છેવટ બેથી નવ ૫૫મની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે જઘન્ય શ્રાવકપણું પાળનાર શ્રાવક પણ છેવટે સૌધર્મો પોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે.
એ સાધુ શ્રાવક સ્વ–આચારમાં નિરત હોવા જોઈએ. સ્વ–આચારથી તદ્દન ભ્રષ્ટ હોય, કેવળ પૂજાવાની ખાતર વેષ પહેરતો હોય અને શાસનને ઉડાહ કરનારી હોય તેવાઓની ગતિ તે તેઓના કર્માનુસાર સમજી લેવી.
જેને રાગ વીતી ગયો છે, નાશ પામ્યો છે તે વીતરાગ કહેવાય. આપણામાં આત્માના ૧૪ ગુણસ્થાન છે અને તે ક્રમશઃ ઉત્તમ ઉત્તમ કોટિના છે. અત્યારે આ કાળે તે વધુમાં વધુ સાત ગુણસ્થાનોની વિશુદ્ધિ આત્મા મેળવી શકે. તેથી વધુ આગળ વધવા રઆ કાળમાં કાળ સ્વભાવથી સંયોગો પ્રાત થતા નથી, પરંતુ જ્યારે તે તે કાળે વીતરાગપણું પ્રાપ્ત કરનારી વ્યક્તિ સાતમા ગુણ ઠાણાથી આગળ ક્ષપક શ્રેણી દ્વારા વધતી જાય છે ત્યારે રાગને દશમાં ગુણ ઠાણુના અંતે નાશ કરે છે અને એને નાશ થયે ક્રોધ માન સ્વરૂપ બનો તે નાશ થઈ ગયેલો જ હોય છે. એ પ્રમાણે બારમા ગુણસ્થાનકે તેઓ વીતરાગપણું પ્રાપ્ત કરે છે.
હવે તેઓને કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ કરવાપણું હતું જ નથી. સંસારમાં પરિભ્રમણ કરાવનાર બને દુર સરદારોને નાશ કર્યો
છે. તેથી તેરમે ગુણસ્થાને આત્મા સંપૂર્ણ જ્ઞાની થાય છે. અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com