________________
૨૨૮
ચૌદ ગુણસ્થાન કે જીવ આખા લેકમાં વ્યાપી રહ્યો છે. તે ઓછી અધિકી મિચ્છાદંસણવત્તિયા ક્રિયા.
(૨) શ્રી જિનેશ્વરના માર્ગથી ઊલટી રીતે સદ્દઉં અથવા પ્રરૂપણ કરે તે. જેમકે પંચમહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયા છે અને દેહ પડ્યા પછી આત્મા પંચમહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે નહિ.
૧૧. દિદિયા (દ્રષ્ટિકા) ક્રિયા–રાગવશ થઈ કઈ વસ્તુના રૂપ જેવાની વૃત્તિથી લાગતી ક્રિયા.
૧૨. પુઠ્ઠિયા (પૃશ્યકા)–પ્રમાદવશ સ્પર્શ કરવા લાયક વસ્તુના સ્પર્શને અનુભવ કરે તે.
૧૩. પાચિયા (પ્રાયયિકી) ક્રિયા-નવા શસ્ત્ર બનાવવાં તે. આ અર્થ ૫. સુખલાલજીએ કરેલ છે.
-કોઈના ઉપર દ્વેષભાવ રાખવાથી ક્રિયા લાગે છે. આ અર્થ પૂ. શ્રી અમોલક ઋષિજીએ કર્યો છે. શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ દ્વારા સંપાદિત અદ્ધમાગધી કેષમાં આ પ્રમાણે અર્થ છે– “બહારની વસ્તુને આશ્રય કરવાથી લાગતી ક્રિયા-કર્મબંધ.” પં. હરગોવિંદદાસકૃત “પાઈઅટ્ટમહરણો માં પણ એવો જ અર્થ કર્યો છે.
૧૪. સામતવણીયા (સામૉપનિપાતિકી) ક્રિયા–અનેક વસ્તુને સમુદાય મેળવવાથી લાગતી ક્રિયા. કેટલાક એવો અર્થ પણ કરે છે કે “દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી આદિ પ્રવાહી પદાર્થનાં ઠામ ઉઘાડાં રાખતાં તેમાં જીવજંતુ પડતાં મૃત્યુ પામે કે દુઃખી થાય તેથી જે ક્રિયા લાગે છે.
૧૫. સાહથિયા (સ્વાહસ્તિકી) કિયા–પરસ્પર લડાવે તે. બીજો એવો અર્થ પણ કર્યો છે કે–પિતાને હાથે કે બીજા પાસે જીવહિંસા કરાવે. ૫. સુખલાલજીએ એવો અર્થ કર્યો છે કે–“ક્રિયા બીજાને કરવાની હોય તે પિતે કરી લેવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com