________________
૨૧૪
ચૌદ ગુણસ્થાન તેમનું સમવસરણ દેવો રચે છે ત્યારે સામાન્ય કેવળીને મહાનપુણ્યને ઉદય નહિ હોવાથી તેમને સમવસરણને બદલે દેવ “ગંધકુટિ” બનાવે છે એમ દિગંબર માન્યતા છે.
કેવળી ભગવાનને દશ પ્રાણમાંથી ચાર પ્રાણ હોય છે—(૧) વચન પ્રાણ, (૨) કાયપ્રાણ, (૩) શ્વાસોશ્વાસપ્રાણ અને (૪) આયુમાણ. વળી ભગવાનને પાંચ ઇન્દ્રિય તથા દ્રવ્યમન મબીને છે પ્રાણનો અભાવ છે. કારણ કે કેવળી ભગવાનને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે અને એ છે પ્રાણો તે ક્ષાપશમિક જ્ઞાનીઓને હેય છે. ક્ષયોપશમ જ્ઞાન પરાધીન છે અને તે આ છ પ્રાણો દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પરંતુ કેવળી ભગવાન તે એ છ પ્રાણની સહાયતા વિના જ પિતાના સંપૂર્ણ આત્મ પ્રદેશોથી કાલકના સમરત પદાર્થો ત્રિકાળી પર્યાય સહિત વર્તમાનમાં દેખે છે, એટલે કે તેમના જ્ઞાનમાં ઝળકે છે. તે કારણથી કેવળી ભગવાનમાં છ પ્રાણોનો અભાવ છે.
કેવળી ભગવાનને ભાવ ઉદીરણું નથી હોતી કારણ કે કેવળી પરમાત્માને રાગાદિક તથા ક્ષયોપશમ ભાવ નથી હોતા. કેવળી ભગવાનને દ્રવ્ય ઉદીરણ હોય છે એમ આગળ વાક્ય છે તેનું કારણ અને તેને અર્થ એ છે કે કેવળી ભગવાનને આગળ વર્ણવ્યા પ્રમાણે સમુદ્ર ઘાત કરવો પડે છે.
છ માસનું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેમને તે અવશ્ય સમુદઘાત કરે પડે છે. બાકીના કેવળીને આયુષ્ય કરતાં વેદનીય આદિ ત્રણ કર્મની સ્થિતિ વધારે હોય તે જ સમુદ્દઘાત કરવા પડે.
કેવળી ભગવાન અઢાર દેષ રહિત હોય છે તે અઢાર દોષ આ પ્રમાણે– (૧) જન્મ (3) સુધા (૭) આર્તિ (૧૦) શોક (૧૩) ભય (૧૬) વેદ (૨) જરા (૫) તૃષા (૮) આશ્ચર્ય (૧૧) મદ્દ (૧૪) ચિંતા (૧૭) રાગ
(૩) મરણ (%) ખેદ (૯) રોગ (૧૨) મોહ (૧૫) નિદ્રા (૧૮) દ્વેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com