________________
૨૧૨
ચૌદ ગુણસ્થાન
ભગવાય અને ત્રીજા સમયે સત્તા રહિત થાય, એમ સમયે સમયે બંધ થાય, ભેગવાય અને સત્તા રહિત થાય.
એમ કેવળી ભગવાનને અનિવાર્યપણે બંધ થયા જ કરે છે માટે તેમને યોગ નિરોધ કરવો આવશ્યક છે. તેમાં પ્રથમ બાદર કાયયોગના બળથી બાદર વચનગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને બાદ કાયાગથી જ બાદર મનોયોગને અંતમુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને બાદ કાયાગ થકી ઉછવાસ નિઃશ્વાસને અંતમુહૂર્તમાં રોધ કરે છે.
ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને સૂક્ષ્મ કાગના બળથી બાદર કાગને નિરોધ કરે છે. કારણ કે જ્યાં સુધી બાદર યોગ હોય ત્યાં સુધી સૂમ યોગોનો રોધ થતું નથી.
- ત્યાર પછી સૂક્ષ્મ કાગ દ્વારા સૂક્ષ્મ વચન વેગને રોધ કરે છે. ત્યાર પછી બીજા કોઈ પણ યોગને રોધ કરવા પ્રયત્ન નહિ કરતાં તે જ અવસ્થા માં અંતર્મુહુર્ત રહે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના સામર્થ્યથી સૂક્ષ્મ માગને અંતર્મુહર્તમાં રોધ કરે છે. ત્યાર પછી અંતર્મુદ્દત રહી સૂક્ષ્મ કાગ વડે અંત મુહર્તમાં સૂક્ષ્મ કાગને રાધ કરે છે.
તે વખતે તેમને “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી” નામને શુકલ ધ્યાનને ત્રીજે ભેદ હોય છે. તે ધ્યાનના સામર્થ્યથી વદન, ઉદર વગેરેના વિવર (ખાલી જગ્યા) પૂરાય છે. અને શરીર–પ્રમાણ આત્મપ્રદેશને એક તૃતીયાંશ ભાગ સંકુચિત થઈ બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે. એ પ્રમાણે સયોગી અવસ્થાના છેલ્લા સમયે સૂક્ષ્મ કાયયોગને રોધ કરે છે તે સમયે સર્વ કર્મની સ્થિતિ અગીપણુની સ્થિતિ સમાન હોય છે. અયોગી અવસ્થામાં જે કર્મને ઉદય નથી તેની સ્થિતિ તેનાથી એક સમય ન્યૂન હોય છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com