SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ચૌદ ગુણસ્થાન આ અગીઆરમાં ઉપશાંત મહ ગુણસ્થાનકમાં પર્યાપ્તસતી પચંદ્રિય, અપગત સંજ્ઞતા મનુષ્યગતિ, પચંદ્રિય જાતિ, ત્રસકાય, ૧૦ પ્રાણ, યોગ ૯ માંથી એક વખતે એક, અપગતવેદત્વ, આકષાયત્વ, જ્ઞાન ૪, ૩, ૨ માં ઉપયોગથી એક યથાખ્યાત ચારિત્ર, દર્શન ૩, ૨ માં ઉપયોગથી એક, ઉપચારથી શુકલેશ્યા, ભવ્યત્વ, ક્ષાયિક સમ્યક એ બેમાંથી એક, સંસ્તિત્વ આહારક હોય છે, ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ અંતરાત્મા ક્રમશઃ બંને ઉપયોગ વાળા, પૃથકત્વવિતર્ક વિચાર શુકલ ધ્યાનના ધ્યાતા હોય છે. એમના દેહની અવગાહના ઓછામાં ઓછી ૩ હાથ અને વધારેમાં વધારે ૫૨૫ ધનુષ સુધીની હોય છે. આ અગીઆરમાં ઉપશાંત મેહ ગુણસ્થાનને સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુક્ત છે. આ ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકવી ક્ષેપક નથી હોતા. કારણ કે દશમા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણીવાળા સીધા બારમે ગુણસ્થાનકે જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy