________________
સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન
-- -- -------
વિપાક વિચય. અને (૪) ઉત્પાદ વ્યય અને ધૃવરૂ૫ અનાદિ અનંત સ્થિતિ વાળા લેકનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય.
ચાર ધર્મ ભાવના–મૈત્રી, પ્રદ, કરુણા અને મધ્યસ્થ. (૧) પારકાનું ભલું ચિંતવવું એ મૈત્રી ભાવના. તેનાથી આત્માના ગુણે વિકાસ પામે છે અને આત્મિક ઉત્ક્રાંતિ થાય છે. (૨) બીજાને જ્ઞાન, ગુણ અને શકિત જોઈને દ્વેષ નહિ કરતાં પ્રમોદ, ઉલ્લાસ, સંતોષ અનુભવ તે પ્રમાદ ભાવના (૩) આર્ત, દીન, દુઃખી, રોગીનાં દુઃખ અને અજ્ઞાન દૂર કરવાની ઈચ્છા એ કરુણું ભાવના. અને (૪) દુષ્ટ બુદ્ધિવાળાની ઉપેક્ષા કરવી, ઉદાસીન ભાવે ધારણ કરો તે માધ્યસ્થ ભાવના.
ધ્યાનના ચાર પ્રકાર–(૧) આત્મા અને શરીર એ બેના સંબંધવાળું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. (૨) હૃદયમાં વ્યાપ્ત કરેલ અરિહંત આદિ પદરૂપ ધ્યાન તે પદસ્થ ધ્યાન, (૩) અમુક આકારે કલ્પેલું આત્મસ્વરૂપ વિચારવું તે રૂપસ્થ ધ્યાન. અને (૪) કલ્પના રહિત, વર્ણરૂપ આકાર રહિત, નિરંજન નિરાકાર રૂપે ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન.
ધમ ધ્યાન તથા શુકલધ્યાન સંબંધી સંપૂર્ણ વિગત અમારા હવે પછી બહાર પડનારા તપ અને યોગ નામના પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે.
બીજી જાણવા જેવી હકીકત અપ્રમત્ત સંયત જઘન્ય તે જ ભવે મેક્ષ જાય અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પહેચે.
આ ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં બંધ ૫૯ કર્મ પ્રકૃતિઓનો છે તે આ પ્રમાણે-છઠા ગુણસ્થાનથાં ૬૩ પ્રકૃતિઓને બંધ છે તેમાંથી પ્રમત્ત ગુણસ્થાનને અંતે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ અને
અસાતા એ ૬ છ પ્રકૃતિને બંધ વિચ્છેદ જવાથી બાકી ૫૭ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com