________________
=
=
રાણું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન
૧૨૯ સમ્યગદષ્ટિ આત્મામાં નિશ્ચય ધર્મધ્યાન હેય છે.
ધર્મધ્યાનના ચાર પાયા બતાવ્યા છે—(૧) આજ્ઞાવિચય, (૨) અપાય વિયય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન વિચય. આ ચારેય વ્યવહાર ધર્મધ્યાન છે, પુણ્યભાવ છે.
અનંતાનુબંધી કષાય ચાલી જો તે નિશ્ચય ધર્મધ્યાનને પહેલે પાયો છે. અપ્રત્યાખ્યાન કષાયને અભાવ થ તે નિશ્ચય ધર્મધ્યાનને બીજે પાયો છે. પ્રત્યાખ્યાન કષાયનો અભાવ થવો તે નિશ્ચય ધર્મધ્યાનનો ત્રીજો પાયો છે અને પ્રમાદનો અભાવ છે તે નિશ્ચય ધર્મધ્યાનને ચોથે પાયો છે. આ પરમાર્થરૂપથી ધર્મધ્યાનનું સ્વરૂપ છે. આ ધર્મધ્યાન ચેથા ગુણસ્થાનથી સાતમા ગુણ સ્થાન સુધી રહે છે.
સર્વ તીર્થ કરે તથા સર્વ ક્ષાયિક સમષ્ટિ આત્માઓ ચોથા ગુણસ્થાનથી સીધા છઠ્ઠા ગુણસ્થાને જાય છે. તેમનામાં પાંચમા ગુણસ્થાનને ભાવ હેતો નથી પણ મુનિપર્યાયનો ભાવ હોય છે. તેથી તે આત્માઓ અણુવ્રતને ધારણ ન કરતાં પંચમહાવ્રતને જ ધારણ કરે છે.
સમ્યકત્વનું સ્વરૂપ મિથ્યાત્વથી છવની માયાવાળી અવળી દષ્ટિ હતી તે ફરી જઈને સ્વભાવદર્શી બને, જીવ સ્વભાવથી જ સમદષ્ટિ ઉપર આવી જાય ત્યારે સમ્યગ દર્શન પ્રાપ્ત થાય છે,
સમ્યકત્વની વ્યાખ્યા બે પ્રકારે કરવામાં આવે છે–
(૧) પહેલી વ્યાખ્યા–દેવ, ગુરુ અને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા તે સમ્યકત્વ.
આ વ્યાખ્યા સામાન્ય છે અને તે સામાન્ય જ્ઞાનવાળા શ્રાવકો માટે છે. જેમની બુદ્ધિ તત્તનું જ્ઞાન મેળવી શકવા જેટલી ખીલેલી નથી હતી તેમને માટે આ વ્યાખ્યા છે. વીતરાગ દેવ, તેમને પ્રરૂપેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com