________________
બીજુ સાસ્વાદન ગુણસ્થાન
૧૧૫
કહે છે કે તે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે કઈ ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે તે ગતિમાં જ તે જાય છે. અને સમ્યક્ત્વ પણ તેની સાથે જાય છે. નરકગતિમાં સાત નરકમાંથી છઠી નરક સુધી સમ્યકત્વને સાથે લઈ જવાય છે.
(૪) વિચારભેદનું ચોથું સ્થળ એ છે કે ગ્રંથિભેધા બાદ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વ દશામાં જાય એટલે કે મિથ્યાદ્રષ્ટિ સ્થાને જઈ પડે તે જીવ ત્યારે મિથ્યાત્વ દશાને લગતાં જે કર્મો બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ? આ સંબંધમાં સૈદ્ધાંતિક સંતે. નકારમાં પ્રત્યુત્તર આપે છે. એવી સ્થિતિવાળાં કર્મો ન બંધાય એમ તેઓ કહે છે. ત્યારે કર્મગ્રંથકાર મહર્ષિઓ એમ કહે છે કે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિત બાંધે પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળાં) કર્મો બાંધવાને સંભવ નથી.
બીજી જાણવા જેવી હકીકત સારવાદન ગુણસ્થાનને જધન્ય કાળ એક સમયને અને ઉત્કૃષ્ટ કાળ ૬ આવલિકાને છે. આ કાળ એટલો સૂક્ષ્મ છે કે તે છઘસ્થ જીવની દ્રષ્ટિમાં આવી શકતો નથી.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૧૭ કર્મપ્રકૃતિઓનો બંધ હોય છે. તેમાંથી નીચે પ્રમાણે સેળ પ્રકૃતિની વ્યછિત્તિ થાય છે એટલે કે મિથ્યાત્વના અંતે સોળ પ્રકૃતિએ વિચ્છેદ જાય છે– (૧) મિથ્યાત્વ (૫) નરગતિ (૯) બે ઈદ્રિય જાતિ (૧૩) સૂક્ષ્મ (૨) હુંડક સંસ્થાન (૬)નરકગયાનુ (૧૦) ત્રીદ્રિય જાતિ (1) આતાપ (૩)સેવાર્તસંઘયણુ(૭) નરક આયુ (૧૧) ચરિંદ્રિય જાતિ (૧૫) અપર્યાપ્ત (૪) નપુંસક વેદ (૮) એકેંદ્રિય જાતિ (૧૨) સ્થાવર (૧૬) સાધારણ
ઉપર પ્રમાણેની ૧૬ કર્મપ્રકૃતિઓ પહેલા ગુણસ્થાનની ૧૧૭ બંધ પ્રવૃતિઓમાંથી બાદ જતાં બાકીની ૧૦૧ કર્મપ્રકૃતિઓને આ સાસ્વાદન ગુણસ્થાનમાં બંધ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com