________________
( ૮૭ ) શ્રીના ફળમદિર જેવા રાજાએ નિ:શંકપણે પોતાના નેરમાં આવીઉદ્ઘોષણા કરાવી- “રાજા સમેતશિખર તીર્થની યાત્રા કરવા જાય છે માટે તેની સાથે જવા જે કોઈ તૈયાર થશે તેને રાજા સર્વ પૂરું પાડશે. લેકે પ્રથમ પણ જવાને ઉત્કંઠિત તે હતા તેવામાં આવી ઉષણા સાંભળીને અમેદવડ પૂર્ણ દદયવાળા તેઓ તત્કાળ તૈયાર થઈ ગયા. પછી રાજ્યરક્ષક તરીકે પોતાના પુત્ર મેધરથની જના કરીને ચતુરંગ સેના સહિત રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું.
માર્યમાં સ્થાને સ્થાને દરેક માં જિનબિંબની સર્વ શ્રાવકે સાથે રાજા મહાપૂજા કરતા હતા અને આથી જનોને અદ્ભુત દાન આપતા હતા. તેમજ સાધમક વાત્સલ્ય વસાદિક વડે કરતા હતા અને અનેક જીવોને અભયદાન આપતા હતા. એ પ્રમાણે ચાલતાં અનુક્રમે સર્વ સંધ સહિત રાજા સમેત શિલે પહોંચ્યો. પછી સામા આલા દેવાર્શ્વક (પૂજારા) પુરૂની પાછળ રાજા હર્ષ સહિત સર્વ પરીવારની સાથે તે પર્વત ઉપર ચડે ત્યાં આવેલા જિનમંદિરને જોઇને રાજા અત્યંત હર્ષ પામ્યો અને તે હર્ષ શરીરમાં ન સમાવાને લીધે હોય તેમ રોમાંચના મિષથી બહાર પણ તેનું વિકસ્વર૫ણું પ્રદશિત થયું.
પછી રાજાએ ચૈત્યમાં પ્રવેશ કરીને વિધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દીધી, આદરપૂર્વક જિનેશ્વરને સ્નાન કરાવીને પૂજા કરી અને મહાધ્વજા ચડાવી અહાઈ મહેત્સવ કર્યો પછી આશાતનાથી ભય પામતો રાજા પર્વત પરથી નીચે ઉતર્યો;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com