________________
રાજા નરવર્મને મિત્ર વણિક પુત્ર થયો છે; અને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે ભમતાં ભમતો તે અહીં આવ્યો છે, તેને દેખીને પૂર્વભવના અભ્યાસથી તેને તેના ઉપર અને ત્યંત રાગ ઉત્પન્ન થાય છે. ”
આ પ્રમાણે ગુરૂમુખથી સર્વ વૃત્તાંત સાંભળીને તે દવે બહુ હર્ષિત થઇને આ હાર મને આપે, પછી ગુરૂ મહારાજને પૂછયુ-“મને દેવયાણું છતાં હમણા નિદ્રાદિક પરાભવ થવા લાગ્યો છે તેનું શું કારણ?” ગુરૂએ કહ્યું-“ તારે ચવવાને સમય નજીક આવ્યો છે તેના એ બધા ચિન્હ છે. દેવે પૂછ્યું “હું અહીંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થઇ અને મને બેધિને લાભ શી રીતે થશે? 5 ગુરુ મહારાજે કહ્યું- તુ નરવર્મ રાજાનો પુત્ર હરિદત્ત નામે થઇશ અને આ હાર અને પ્રતિબંધ પાસીશ, ” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી સર્વ સંશયને દૂર કરીને તે દેવ સ્વર્ભમાં ગયો. પછી મેં ગુરૂ મહારાજને નમીને આ હારની ઉત્પત્તિ પૂછી, એટલે ગુરૂ બાલ્યા - પૂર્વે જ્યારે અમરેંદ્ર ઉત્પન્ન થયો ત્યારે પોતાને મસ્તકે શકેંદ્રના પગ જે ધાયમાન થઈને તે તેની સાથે યુદ્ધ કરવા ગયો હતો. પછી જ્યારે કે વજ મૂક્યું ત્યારે તેનાથી ભય પામી માથું નીચું કરીને ભાગતાં તેના કંઠમાંથી આ હાર અહીંથી અસં
ખ્યાતમાં દ્વીપમાં ભૂમિ ઉપર પડી ગયો હતો, ત્યાંથી આ tવના હાથમાં આવેલ તે તેણે આજે પૂર્વ સ્નેહના વશથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com